પોરબંદર: સમુદ્રમાંથી ઝડપાયેલા ડ્રગ્સનો મામલે 5 પાકિસ્તાની આરોપીઓને મેડિકલ માટે ભાવસિંહજી સરકારી હોસ્પિટલે લઇ જવામાં આવ્યા છે. મેડિકલ ચેક અપ થયા બાદ પોરબંદર કોર્ટમાં 5 આરોપીઓને રજૂ કરશે.
ગુજરાતનો દરિયાકિનારો ડ્રગ્સની ઘુસણખોરી માટેનો અડ્ડો બની ગયું તેમ છાશવારે ડ્રગ્સ ઝડપાયાની વિગતો સામે આવી રહી છે. ત્યારે ગુજરાત ATS અને NCBના સંયુક્ત ઓપરેશનમાં દરિયાઈ સીમામાંથી અત્યાર સુધીનો ચરસ સહિત વિવિધ પ્રકારના ડ્રગ્સનો સૌથી મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેની કિંમત 1 હજાર કરોડથી વધુ હોવાનું પ્રાથમિક અનુમાન છે.
3300 કરોડથી વધુ ડ્રગ્સ ઝડપાયું:ચોક્કસ બાતમીના આધારે ગુજરાત એટીએસ, ભારતીય નૌકાદળ અને NCB દ્વારા સંયુક્ત રીતે અરબી સમુદ્રમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમા ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે એક ઈરાની બોટને પાંચ ઈરાની ક્રૂ સભ્યો સાથે ઝડપી પાડી છે. જેમાં 3300કરોડની કિંમતનો અંદાજિત 3132 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
પોરબંદરના દરિયામાંથી ઝડપાયેલા ડ્ર્ગ્સ મામલે NCB દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં NCBએ જણાવ્યું હતું કે ડ્રગ્સનો જથ્થો ઈરાનથી લાવવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનથી ડ્રગ્સ લોડ કરવામાં આવ્યું હતું. 3300 કરોડનું 3 અલગ-અલગ પ્રકારનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. ડ્રગ્સનો જથ્થો તમિલનાડુ પહોંચાડવાનો હતો. બાતમીની આધારે સમગ્ર ઓપેરશન પાર પાડવામાં આવ્યું. 5 વિદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી છે તેમની પુછપરછ કરવામાં આવશે. પકડાયેલા નાગરિકોનું પાકિસ્તાન સાથે કનેક્શન હોવાની આશંકા છે.
ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી હતી. આજે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો પ્રેસ કોન્ફરન્સ કરી સત્તાવાર વિગતો જાહેર કરશે. ઝડપાયેલા ક્રૂ મેમ્બરો સાથે બોટને કિનારે લાવવામાં આવી હતી. હજારો કરોડના ડ્રગ્સને આજે પોરબંદર લાવવામાં આવે તેવી શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પૂર્વે વેરાવળ બંદરમાંથી પણ ફિંશિગ બોટમાંથી 300 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું.
અમિત શાહે ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે ડ્રગ-મુક્ત ભારતના ધ્યેયને અનુરૂપ અમારી એજન્સીઓએ આજે દેશમાં સૌથી વધુ માદક દ્રવ્યોના જથ્થાને જપ્ત કરવામાં મોટી સફળતા હાંસલ કરી છે. NCB, નેવી અને ગુજરાત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 3132 કિલો ડ્રગ્સનું જંગી કન્સાઈનમેન્ટ જપ્ત કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક સફળતા આપણા દેશને નશામુક્ત બનાવવાની અમારી સરકારની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. આ પ્રસંગે હું NCB, નેવી અને ગુજરાત પોલીસને અભિનંદન આપું છું.
આટલા મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ કઈ રીતે આવ્યો તેને મોકલનાર કોણ અને નશાનો કારોબાર કોણ ચલાવી રહ્યું હતું અને શા માટે આટલા મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ મંગાવવામાં આવ્યો છે તેને લઈને ચોંકાવનારો ખુલાસો થઈ શકે છે.
- Drugs In Veraval Port: ડ્રગ્સના કાળા કારોબારમાં ઓમાન-જામનગરના અજાણ્યા વ્યક્તિઓ કોણ? સોમનાથ પોલીસે પકડી પાડ્યું 250 કરોડનું ડ્રગ્સ
- Veraval drug case : વેરાવળ ડ્રગ રેકેટના આંતરરાષ્ટ્રીય કનેક્શન ખુલ્યા, ડ્રગ્સ કોને પહોંચાડવાનું હતું ?