જૂનાગઢ:લુપ્ત થતી જતી માતૃભાષાને બચાવવા તેમજ તેને પુનઃજીવિત કરવા માટે વિશ્વ માતૃભાષા દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવે છે. આજે વિશ્વમાં સાડા છ હજાર કરતાં પણ વધુ ભાષાઓ નોંધાઈ ચૂકી છે. જે પૈકીની 40% ભાષાઓ આજે લુપ્ત થયેલી જોવા મળે છે. લુપ્ત થવું કોઈ પણ સંસ્કૃતિ અને સમાજ માટે ખૂબ જ આકરુ હોય છે. ત્યારે કોઈ પણ ભાષા પોતાનું અને પોતીકુ અસ્તિત્વ ન ગુમાવી બેસે તે માટે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાઇ રહી છે.
International Mother Language Day 2024: અંગ્રેજી માધ્યમમાં શિક્ષણની માતા પિતાની ઘેલછાએ ગુજરાતી ભાષાને પહોંચાડ્યું છે નુકસાન - Mother Language Day
આજે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે બાળકોને અંગ્રેજીમાં શિક્ષણ આપવાની માતા-પિતાની ઘેલછા સામે ચિંતા વ્યક્ત કરતા સાહિત્યકારો શિક્ષણમાં માતૃભાષાનું મહત્વ ઘટતા આજે માતૃભાષાને પુનર્જીવિત કરવા માટે કાર્યક્રમો કરવા પડે છે તેવો વસવસો લેખક અને સાહિત્યકાર સંજુ વાળાએ વ્યક્ત કર્યો છે.
![International Mother Language Day 2024: અંગ્રેજી માધ્યમમાં શિક્ષણની માતા પિતાની ઘેલછાએ ગુજરાતી ભાષાને પહોંચાડ્યું છે નુકસાન International Mother Language Day 2024](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-02-2024/1200-675-20811100-thumbnail-16x9-.jpg)
Published : Feb 22, 2024, 10:02 AM IST
સાહિત્યકારોએ વ્યક્ત કરી ચિંતા:
વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે જૂનાગઢની રુપાયતન સંસ્થામાં ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા એક પરિસંવાદની સાથે કવિ સંમેલનનું આયોજન થયું હતું. જેમાં ભાગ લેવા માટે આવેલા લેખક અને કવિ સંજુ વાળાએ ઈટીવી ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે માતા પિતાની બાળકોને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવવાની ઘેલછા આજે માતૃભાષા તરીકે ગુજરાતીને નડતરરૂપ બની રહી છે. કોઈ પણ નવી ભાષા આવવાથી માતૃભાષાને ઘસારો ચોક્કસ લાગે છે. આધુનિકતાના સમયમાં પ્રત્યેક માતા પિતા પોતાના બાળકોને શિક્ષણ અંગ્રેજીમાં ચોક્કસ અપાવે. પરંતુ માતૃભાષા તરીકે એટલું જ ધ્યાન ગુજરાતી પ્રત્યે રાખે તો ગુજરાતી ભાષા સાચા અર્થમાં માતૃભાષા તરીકે પોતાની જાતને ગૌરવવંતા સ્થાન પર ઊભેલી જોઈ શકે છે.