ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં NGO દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી, ફન ફેર સાથે વિશેષ કાર્યક્રમનું આયોજન

વલસાડ જિલ્લામાં દિવ્યાંગ લોકો માટે કામ કરતી અને એનજીઓ દ્વારા નાના-મોટા વિશેષ કાર્યક્રમનું આજે વિશ્વ દિવ્યાંગ દિવસે આયોજન કરવામાં આવ્યું હતું.

વલસાડમાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી
વલસાડમાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 3, 2024, 10:38 PM IST

વલસાડ:1992માં યુએન દ્વારા વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. દરેક ક્ષેત્રે વિકલાંગોને સમાન અધિકાર અને હક મળે, ખભેથી ખભા મિલાવી તેઓ પણ પગભર થઈ પોતાની સ્વમાનભેર જિંદગી વિતાવી શકે તે માટે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણીની શરૂઆત કરાઈ હતી. જેનો ધ્યેય જ એ છે કે દરેક ક્ષેત્રે વિકલાંગોને સમાન અધિકાર પ્રાપ્ત થાય. આજે વલસાડ ખાતે પણ જયના અનુપમ એન. પરમાર સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકો સાથે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજ કલ્યાણ અધિકારી હાજરી આપી હતી.

વલસાડમાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી (ETV Bharat Gujarat)

વલસાડ જિલ્લામાં 8000 જેટલા દિવ્યાંગ લોકો ને વિશેષ મુસાફરી માટે છૂટ
ETV ભારત સાથે વિશેષ વાતચીત કરતા કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવેલા વલસાડ-ડાંગ જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારી વિજેન્દ્ર ગોહિલે જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં દિવ્યાંગો માટે સરકાર વિશેષ કામગીરી કરી રહી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 8,000 થી વધુ દિવ્યાંગ લોકોને બસમાં ફ્રી મુસાફરી માટે પાસ કાઢી આપવામાં આવ્યા છે. સાથે જ 80% જેટલી ડિસેબિલિટી હોય તો સંત સૂરદાસ યોજના હેઠળ રૂપિયા 1000 પણ આપવામાં આવે છે. તેમજ એમ.આર બાળકોને 50% જેટલી ડિસેબિલિટી હોવાને લઈને રૂપિયા 1000નો લાભ અપાય રહ્યો છે. આમ જિલ્લામાં અનેક જગ્યાઓ પર દિવ્યાંગો માટે કલ્યાણકારી કામગીરીઓ કરવામાં આવી રહી છે. સાથે જ વિવિધ સંસ્થાઓ પણ આ ક્ષેત્રમાં સહયોગ કરી દિવ્યાંગોને પગભર કરવાની કામગીરી કરી રહી છે.

વલસાડ જિલ્લાની વિવિધ એનજીઓ દ્વારા પણ આજે વિશેષ કાર્યક્રમ યોજાયા
વલસાડ જિલ્લામાં દિવ્યાંગ લોકો માટે કામ કરતી અને એનજીઓ દ્વારા નાના-મોટા વિશેષ કાર્યક્રમનું આજે વિશ્વ દિવ્યાંગ દિવસે આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અનેક જગ્યાઓ પર બાળકો માટે વિશેષ કાર્યક્રમમાં યોજાયા હતા. વલસાડ શહેરમાં આવેલી જયના અનુપમ એન. પરમાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશેષ ફનફેર કાર્યક્રમનું આયોજન કરાયું હતું

વલસાડમાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી (ETV Bharat Gujarat)

ફન ફેર કાર્યક્રમમાં બાળકોને વાલીઓ જોડાયા
વિશ્વ દિવ્યાંગ દિવસ માટે બાળકોને હક અધિકાર અને તેમને પગભર કરવા કામ કરતી સંસ્થા જયના અનુપમ એન. પરમાર ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 2007 થી કાર્યરત છે. માત્ર 11 દિવ્યાંગ બાળકો સાથે શરૂ થયેલી આ સંસ્થા હાલમાં 60 જેટલા બાળકોને શિક્ષણ આપી રહી છે. સાથે જ 16 વર્ષથી ઉપરના બાળકોને વ્યવસાયિક તાલીમ આપી પગભર કરવાની કામગીરી પણ કરી રહી છે.

આ પણ વાંચો:

  1. ખ્યાતિ હોસ્પિટલ કાંડ સંસદમાં ઉછળ્યો, શક્તિસિંહે CBI તપાસની કરી માગ
  2. રાજકોટ મનપા કરોડોના વેરાની ઉઘરાણી માટે દોડ્યું, સૌરાષ્ટ્ર યુનિ.એ કહ્યું- સરકાર ગ્રાન્ટ આપશે તેમાંથી ચૂકવી દઈશું

ABOUT THE AUTHOR

...view details