ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ ગ્રામ્ય DEOનો નવતર પ્રયોગ, વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીઓનું સારી રીતે રિવિઝન કરી શકે તે માટે શરૂ કરાયો પ્રોજેક્ટ

અમદાવાદ ગ્રામ્ય DEO દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં પરીક્ષાના અગાઉના દિવસે ગ્રામ્ય વિસ્તારમાં ભણતા વિદ્યાર્થીઓને જે તે પરીક્ષાનું યોગ્ય માર્ગદર્શન મળી રહે તથા વિદ્યાર્થીઓ સારી રીતે રિવિઝન કરી શકે તે માટે પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓને પરીક્ષાના અગાઉના દિવસે લિંક મોકલવામાં આવશે. વિદ્યાર્થીઓ આ લિંકમાં જોડાઈને પરીક્ષાના આગલા દિવસે જે તે વિષયના નિષ્ણાત શિક્ષક પાસેથી માર્ગદર્શન મેળવી શકશે.

અમદાવાદ ગ્રામ્ય DEOનો નવતર પ્રયોગ
અમદાવાદ ગ્રામ્ય DEOનો નવતર પ્રયોગ

By ETV Bharat Gujarati Team

Published : Mar 10, 2024, 2:05 PM IST

અમદાવાદ ગ્રામ્ય DEOનો નવતર પ્રયોગ

અમદાવાદ:ગ્રામ્ય વિસ્તારમાં ભણતા વિદ્યાર્થીઓને ટ્યુશન અને અન્ય સુવિધાઓ ઓછી મળે છે. અમદાવાદ જિલ્લા ગ્રામ્ય વિસ્તારની શિક્ષણ અધિકારી કચેરી દ્વારા બોર્ડની પરીક્ષાને લઈને એક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. "અમૂલ્ય એક કલાક તજજ્ઞોની ટીમ સાથે"ના શીર્ષક હેઠળ બોર્ડના વિદ્યાર્થીઓને જે તે પ્રશ્નપત્રના આગલા દિવસે સરળ રીતે રિવિઝન થાય તે માટે ખાસ વીડિયો તૈયાર કરવામાં આવ્યા છે.

જાણો શું છે "અમૂલ્ય એક કલાક તજજ્ઞોની ટીમ સાથે" પ્રોજેક્ટ:

આ પ્રોજેક્ટ હેઠળ વિદ્યાર્થીઓને લિંક જે તે પરીક્ષાના આગલા દિવસે મોકલવામાં આવશે. વિદ્યાર્થીઓ આ લિંકમાં જોડાઈને પરીક્ષાના આગલા દિવસે જે તે વિષયના નિષ્ણાત શિક્ષક પાસેથી માર્ગદર્શન મેળવી શકશે. ખાસ નબળા વિદ્યાર્થીઓને આ પ્રોજેક્ટથી સીધો લાભ થશે. આ લિંકમાં બોર્ડની પરીક્ષામાં જે પેપર હશે તે પેપર વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે. જેમાં નિષ્ણાંત શિક્ષક દ્વારા અલગ અલગ વિષયમાં અલગ અલગ પ્રકરણનું મહત્વ, તેમાંથી કઈ રીતે તૈયારી કરવી તથા વિદ્યાર્થીઓને છેલ્લા સમયનું મહત્વનું રિવિઝન કરાવવામાં આવશે. DEO દ્રારા તેમના તાબા હેઠળની સ્કૂલોની આ લિંક આપવામાં આવશે. જે લિંક સ્કૂલ વિદ્યાર્થીઓ અથવા વાલી સુધી પહોંચાડશે.

આ અંગે ગ્રામ્ય કૃપા ઝાએ જણાવ્યું હતું કે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન લિંકનો પ્રયોગ શરૂ કરવામાં આવશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના નબળા વિદ્યાર્થીઓ માટે આ પ્રોજેક્ટ મદદરૂપ થશે. પરીક્ષાના આગલા દિવસે જ વિદ્યાર્થીઓને આ લિંક આપવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ તૈયારી કરે તેમાં તેમને મદદ મળી રહેશે. સંકલન સમિતિના સભ્યો દ્વારા થોડા દિવસ અગાઉ જ આ અંગે વાતચીત કરવામાં આવી અને તેના આધારે કચેરીની ટીમ દ્વારા સંયુક્ત રીતે મળીને શિક્ષકોને શોધીને વીડિયો તૈયાર કરવામાં આવ્યા છે.

  1. Bharat Jodo Nyaya Yatra: રાહુલ ગાંધી ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા પૂર્ણ કરી દિલ્હી જવા રવાના, મંગળવારે મહારાષ્ટ્રમાં ફરી શરૂ થશે યાત્રા
  2. Surat: વેવાણ વિશે આપત્તિજનક પોસ્ટ મુકતાં વેપારી સમજાવવા આવ્યા, સસ્પેન્ડેડ પોલીસકર્મીએ માર મારતા વેપારીના લીવર અને કિડની ફાટી ગયા

ABOUT THE AUTHOR

...view details