અમદાવાદ: ભારતીય રેલવે એ મુસાફરોની સુવિધા માટે, લાંબા અંતરની 46 વિવિધ મહત્વપૂર્ણ ટ્રેનોમાં સામાન્ય વર્ગના કોચની સંખ્યા વધારી છે. આ ટ્રેનોમાં 92 નવા સામાન્ય વર્ગના કોચ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 22 વધુ ટ્રેનોની ઓળખ કરીને તેમાં વધારાના સામાન્ય વર્ગના કોચ ઉમેરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
રેલવેએ વધારી સુવિધા, 46 ટ્રેનોમાં 92 જનરલ ક્લાસ કોચ ઉમેરાયા, ટ્રેનોમાં ભીડ અને વેઈટિંગ ઓછો કરવાનો પ્રયાસ - General coaches added to trains
ભારતીય રેલવે એ મુસાફરોની સુવિધા માટે, લાંબા અંતરની 46 વિવિધ મહત્વપૂર્ણ ટ્રેનોમાં સામાન્ય વર્ગના કોચની સંખ્યા વધારી છે. આ ટ્રેનોમાં 92 નવા સામાન્ય વર્ગના કોચ લગાવવામાં આવ્યા છે.આ ઉપરાંત 22 વધુ ટ્રેનોમાં વધારાના સામાન્ય વર્ગના કોચ ઉમેરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. GENERAL COACHES ADDED TO TRAINS
ભારતીય રેલ્વે દ્વારા 46 ટ્રેનોમાં 92 જનરલ ક્લાસ કોચ ઉમેરવામાં આવ્યા (Etv Bharat gujarat)
Published : Jul 13, 2024, 7:27 PM IST
નીચેની ટ્રેનોમાં વધારાના કોચ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- 15634/15633 ગુવાહાટી બિકાનેર એક્સપ્રેસ,
- 15631/15632 ગુવાહાટી બાડમેર એક્સપ્રેસ,
- 15630/15629 સિલઘાટ ટાઉન તાંબરમ નાગાંવ એક્સપ્રેસ,
- 15647/15648 ગુવાહાટી લોકમાન્ય તિલક એક્સપ્રેસ,
- 15651/15652 ગુવાહાટી જમ્મુ તવી એક્સપ્રેસ,
- 15653/15654 ગુવાહાટી જમ્મુ તવી એક્સપ્રેસ,
- 15636/15635 ગુવાહાટી ઓખા એક્સપ્રેસ,
- 12510/12509 ગુવાહાટી બેંગલુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસ,
- 15909/15910 ડિબ્રુગઢ લાલગઢ અવધ આસામ એક્સપ્રેસ,
- 20415/20416 વારાણસી ઇન્દોર સુપર-ફાસ્ટ એક્સપ્રેસ,
- 20413/20414 કાશી મહાકાલ વારાણસી ઇન્દોર સુપરફાસ્ટ એક્સપ્રેસ,
- 13351/13352 ધનબાદ અલપ્પુઝા એક્સપ્રેસ,
- 14119/14120 કાઠગોદામ દેહરાદૂન એક્સપ્રેસ,
- 12976/12975 જયપુર મૈસુર સુપરફાસ્ટ એક્સપ્રેસ,
- 17421/17422 તિરુપતિ કોલ્લમ એક્સપ્રેસ,
- 12703/12704 હાવડા સિકંદરાબાદ ફલકનુમા એક્સપ્રેસ,
- 12253/12254 બેંગલુરુ ભાગલપુર એક્સપ્રેસ,
- 16527/16528 યશવંતપુર કન્નુર એક્સપ્રેસ,
- 16209/16210 અજમેર મૈસુર એક્સપ્રેસ,
- 12703/12704 હાવડા સિકંદરાબાદ એક્સપ્રેસ,
- 16236/16235 મૈસુર તૂતીકોરીન એક્સપ્રેસ,
- 16507/16508 જોધપુર બેંગલુરુ એક્સપ્રેસ,
- 20653/20654 કેએસઆર બેંગલુરુ સિટી બેલગાવી સુપરફાસ્ટ એક્સપ્રેસ,
- 17311/17312 ચેન્નાઈ સેન્ટ્રલ હુબલી સુપરફાસ્ટ એક્સપ્રેસ,
- 12253/12254 બેંગલુરુ ભાગલપુર અંગ એક્સપ્રેસ,
- 16559/16590 બેંગલુરુ સિટી સાંગલી રાની ચેન્નમ્મા એક્સપ્રેસ,
- 09817/09818 કોટા જંકશન દાનાપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ,
- 19813/19814 કોટા સિરસા એક્સપ્રેસ,
- 12972/12971 ભાવનગર બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ,
- 19217/19218 વેરાવળ બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ,
- 22956/22955 બાંદ્રા ટર્મિનસ ભુજ કચ્છ સુપરફાસ્ટ એક્સપ્રેસ,
- 20908/20907 ભુજ દાદર સયાજી નગરી સુપરફાસ્ટ એક્સપ્રેસ,
- 11301/11302 મુંબઈ બેંગલુરુ ઉદ્યાન એક્સપ્રેસ,
- 12111/12112 મુંબઈ અમરાવતી સુપરફાસ્ટ એક્સપ્રેસ,
- 12139/12140 છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ નાગપુર સેવાગ્રામ એક્સપ્રેસ
આ તમામ ટ્રેનોમાં વધારાના કોચ જોડવાથી સામાન્ય જનતાની મુસાફરી એકદમ આરામદાયક બનશે.