ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતની 120 પેપરમિલો પર મંદીનું ગ્રહણ, ચાઈના સામેની હરીફાઈમાં ભારતીય પેપર ઉદ્યોગ હાંફ્યો - Gujarat paper industry - GUJARAT PAPER INDUSTRY

ચાઇના સાથેની હરીફાઈમાં છેલ્લા 3 વર્ષથી ભારતીય પેપર ઉદ્યોગ સંકટમાં છે. વાપી સહિત ગુજરાતમાં પેપરની વિવિધ પ્રોડક્ટનું ઉત્પાદન કરનાર 120 પેપરમિલ હાલ મંદીનો સામનો કરી રહી છે. જે પૈકી 25 થી વધુ પેપરમિલ બંધ થઈ ચૂકી છે. તો, કેટલીક હાલ લે-ઓફ પર છે અને કેટલીક બંધ થવાને આરે છે. જુઓ આ ખાસ અહેવાલ...indian paper industry down

ભારતીય પેપર ઉદ્યોગ ભિંસાણો
ભારતીય પેપર ઉદ્યોગ ભિંસાણો (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 18, 2024, 1:41 PM IST

Updated : Jul 19, 2024, 2:18 PM IST

ગુજરાતની 120 પેપરમિલો પર મંદીનું ગ્રહણ (Etv Bharat Gujarat)

દમણ : વાપી સહિત સમગ્ર ગુજરાતમાં પેપરમીલ સંચાલકો પોતાનું અસ્તિત્વ બચાવવા ભારે સંઘર્ષ કરી રહ્યા છે. ચાઇના સાથેની હરીફાઈમાં રો-મટિરિયલની મોંઘવારી, તૈયાર માલના નીચા ભાવ, શિપિંગ કન્ટેનર ફ્રેટમાં વધેલા 7 ગણા રેટ પેપરમીલ ઇન્ડસ્ટ્રીઝ પર મહાસંકટ બનીને ઝળુંબી રહ્યા છે.

ગુજરાતી પેપરમીલ ઇન્ડસ્ટ્રીઝ : વાપી અને સમગ્ર ગુજરાતની 120 જેટલી પેપરમિલ પૈકી 25થી વધુ પેપરમિલ બંધ થઈ જતા હાલ પેપરમીલ ઇન્ડસ્ટ્રીઝમાં મંદીનો માહોલ છે. આ સિચ્યુએશન અંગે વાપી પેપરમિલ એસોસિએશનના સભ્યોનું કહેવું છે કે, છેલ્લા ત્રણ વર્ષથી આ સ્થિતિ છે. જેનું મુખ્ય કારણ ચાઈના સાથેની પ્રતિસ્પર્ધા છે. પેપરમીલ ઇન્ડસ્ટ્રીઝમાં સપ્લાય અને ડિમાન્ડનો રેશિયો ખોરવાઇ ગયો છે.

કેટલીક પેપર મીલો બંધ થવાના આરે (Etv Bharat Gujarat)
  • પેપર ઉદ્યોગમાં મંદીના કારણો

પ્રતિસ્પર્ધી રાષ્ટ્રો :જેની પાછળ મુખ્ય 2 કારણો છે. એક જ્યારે ચીન અને અમેરિકા જેવા દેશોમાં પેપરમિલ ઇન્ડસ્ટ્રીઝ મોટેપાયે ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કરતી હતી. ત્યારે, ગુજરાતમાં અનેક નવી પેપરમિલો શરૂ થઈ, કેટલીક પેપરમિલોના સંચાલકોએ એક્સપાન્શન કર્યું હતું. તે અરસામાં ચીને પોતાને ત્યાં પેપરમિલોના સંચાલકોને અનુકૂળ વાતાવરણ આપી અમેરિકા જેવા દેશોમાં એક્સપોર્ટ વધાર્યું.

ભારતમાં થતું ઈમ્પોર્ટ મોંઘુ થયું, એટલે ભારતમાં ઈમ્પોર્ટ એક્સપોર્ટના દર અનેક ગણા વધ્યા, તેની સામે નીચા ભાવે ચીનનો સપ્લાય વધતો ગયો. ચાઇના સાથેની આ સ્પર્ધા વધી છે. એટલે અનેક પેપર મિલોમાં તૈયાર માલનો કોઈ અન્ય દેશમાં લેવાલ નથી. વધુ ભાવના કારણે નવા માલનો ઓર્ડર મળતો નથી.

25 થી વધુ પેપરમિલ બંધ થઈ (Etv Bharat Gujarat)

મોંઘવારીનો માર :ભારતમાં પેપરમિલ ઇન્ડસ્ટ્રી માટે દેશમાં વધતી મોંઘવારી પણ જવાબદાર છે. પેપર મીલ માટે જરૂરી તમામ પ્રકારના રો-મટીરીયલ અને મશીનરી તેમજ અન્ય ખર્ચમાં અનેકગણો વધારો થયો છે. તેની અસર પેપરમીલ ઇન્ડસ્ટ્રીઝ પર પડી રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં વાપીમાં કાર્યરત 40 જેટલી પેપરમિલો પૈકીની આઠ જેટલી પેપરમિલ બંધ થઈ ચૂકી છે. જેને કારણે અંદાજે 5,000 જેટલા કામદારો બેકાર બન્યા છે. હજુ પણ પાંચ જેટલી પેપરમીલ ઇન્ડસ્ટ્રીઝ બંધ થવાના આરે છે.

120 પેપરમિલ હાલ મંદીનો કરી રહી છે સામનો (Etv Bharat Gujarat)
  • ગુજરાતના પેપર ઉદ્યોગની સ્થિતિ

ગુજરાતમાં વાપીની જેમ મોરબી, સુરત અને અમદાવાદમાં પણ આવી જ સ્થિતિ છે. મોરબીમાં પણ 15 જેટલી પેપરમિલ હાલ બંધ થઈ ચૂકી છે. પેપરમિલ ઇન્ડસ્ટ્રી માટે મોંઘવારી, ચીન સાથેની સ્પર્ધા ઉપરાંત સીરીયાના યુદ્ધ બાદ મોટાભાગના જળમાર્ગ લંબાવાયા હોવાથી શિપ ફ્રેઈટ રેટે સંચાલકોની કમર તોડી નાખી છે. મોંઘા ભાવે અને વધુ સમય બાદ આયાત-નિકાસ થતા માલની અસર પણ પેપરમીલ ઉદ્યોગ પર પડી રહી છે. જેનો લાભ હાલ ચાઇના ઉઠાવી રહ્યું છે.

ભારતીય પેપર ઉદ્યોગ સંકટમાં (Etv Bharat Gujarat)

ગ્લોબલ માર્કેટ :ભારતની પેપરમિલ ઇન્ડસ્ટ્રી માટે ગ્લોબલ માર્કેટમાં ટકવું અશક્ય બન્યું છે. આ અંગે સરકારે પેપરમીલ ઉદ્યોગને ટકાવવા નવી ઉદ્યોગ નીતિની જાહેરાત કરવી જરૂરી બન્યું છે. ઈમ્પોર્ટ-એક્સપોર્ટમાં સરકાર લાભ આપે તો જ પેપરમીલ ઇન્ડસ્ટ્રીઝ ટકી શકે છે. જો નહીં કરે તો બેરોજગારીની સંખ્યા હજુ પણ વધશે.

વાપીમાં પેપરમિલ ઇન્ડસ્ટ્રી સાથે કેમિકલ, એન્જિનિયરિંગ, પ્લાસ્ટિક જેવી અનેક કંપનીઓ છે. આ સ્થિતિનો સામનો તે તમામ સેક્ટર પણ કરી રહ્યા છે. જેનું મુખ્ય કારણ ચાઈના સાથેની સ્પર્ધા છે. આવનારા દિવસોમાં ચાઇના સાથેની આ સ્પર્ધા વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. હજુ પણ ઘણી ખરી એવી કંપની છે, જેમણે આ માહોલમાં પોતાના એક્સપાન્શન પર બ્રેક લગાવી દીધો છે.

વાપી GIDC માં આવેલ પેપર મિલો હાલ મંદીનો સામનો કરી રહી છે, કેટલીક બંધ થવાના આરે છે. આ અંગે આગામી બજેટમાં સરકાર પેપર મિલો માટે નવી ઉદ્યોગ નીતિ જાહેર કરે તેવી માંગ હાલ પેપરમિલ સંચાલકો કરી રહ્યા છે.

બેરોજગારીનો બોજ :વાપીમાં 8 જેટલી કંપની બંધ થવા સાથે અન્ય પાંચ જેટલી કંપનીઓ બંધ થવા પર છે. અન્ય કેટલીક ઇન્ડસ્ટ્રીમાં હાલ લે-ઓફ થવાથી અસંખ્ય કામદારો બેરોજગાર બન્યા છે. જેઓ પોતાના પરિવારના ભરણપોષણ માટે હાલ નાની-મોટી મજૂરી કામ કરી ગુજરાત ચલાવી રહ્યા છે. જેઓ પણ માને છે કે, હજુ પણ અનેક કામદારો બેરોજગાર બની શકે છે. જે માટે સરકારે રોજગાર નીતિ જાહેર કરવી જોઈએ.

પેપર ઉદ્યોગનું ભવિષ્ય : ઉલ્લેખનીય છે કે, ચાઇના સાથેની હરીફાઈમાં છેલ્લા 3 વર્ષથી ભારતનો પેપર ઉદ્યોગ સંકટમાં છે. વાપી સહિત ગુજરાતમાં પેપરની વિવિધ પ્રોડક્ટનું ઉત્પાદન કરનાર 120 પેપરમીલ હાલ મંદીનો સામનો કરી રહી છે. જે પૈકી 25 થી વધુ પેપરમિલો બંધ થઈ ચૂકી છે. અને કેટલીક બંધ થવાને આરે હોય બેરોજગારીનું પ્રમાણ આગામી દિવસોમાં વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો નવાઈ નહીં.

  1. Vibrant Summit 2024: ગુજરાતમાં પોલીપેક ઉદ્યોગ ક્ષેત્રે અગ્રેસર બનવા મોરબી સક્ષમ છે
  2. India Canada Tension: ભારત કેનેડા વચ્ચે વિવાદ વકરશે તો કયા દેશને થશે વધુ નુકસાન ?
Last Updated : Jul 19, 2024, 2:18 PM IST

ABOUT THE AUTHOR

...view details