ગુજરાત

gujarat

ETV Bharat / state

ખ્યાતનામ નૃત્યાંગના સર્વરી જેમીનીઝ જૂનાગઢના આંગણે, કથક પર્ફોમન્સથી થયા પ્રેક્ષકો મંત્રમુગ્ધ - Kathak dancer Sarvari Jimenez

ભારતની ખ્યાતનામ કથક નૃત્યાંગના સર્વરી જેમીનીઝનું જૂનાગઢના મીનરાજ સંકુલમાં પર્ફોમન્સ યોજાયું હતું. જેણે ઉપસ્થિત પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. સર્વરી જેમીનીઝે વિશ્વભરમાં ભારતની સંગીત કલાને એક અદકેરુ માન અને સન્માન પણ અપાવ્યું છે.

By ETV Bharat Gujarati Team

Published : Jul 3, 2024, 10:15 PM IST

ખ્યાતનામ નૃત્યાંગના સર્વરી જેમીનીઝ
ખ્યાતનામ નૃત્યાંગના સર્વરી જેમીનીઝ (ETV Bharat Reporter)

જૂનાગઢ : ભારતની ખ્યાતનામ કથક નૃત્યાંગના સર્વરી જેમીનીઝનું જૂનાગઢના મીનરાજ સંકુલમાં પર્ફોમન્સ યોજાયું હતું. સંગીત અને નૃત્ય કલા પ્રત્યે લોકો જાણે તથા ભારતનો પ્રાચીનતમ સંગીત વારસો નવી પેઢીમાં આગળ વધે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગુજરાતમાં સંગીતને લઈને ખૂબ સારો પ્રતિભાવ મળે છે તેવા ઉદગાર સાથે સર્વરી જેમીનીઝે જૂનાગઢમાં પર્ફોર્મન્સ આપ્યું હતું.

ખ્યાતનામ નૃત્યાંગના સર્વરી જેમીનીઝ જૂનાગઢના આંગણે (ETV Bharat Reporter)

કથક નૃત્યાંગના સર્વરી જેમીનીઝ :ભારતની ખ્યાતનામ કથક નૃત્યાંગના સર્વરી જમીનીઝના પરફોર્મન્સનું જૂનાગઢ ખાતે આયોજન થયું હતું. ભવનાથ તળેટીમાં મીનરાજ સંકુલમાં સર્વરી જેમીનીઝે કથક નૃત્યને લઈને પોતાનું પર્ફોમન્સ રજૂ કર્યું હતું. ભારતની પ્રાચીનતમ સંગીત અને નૃત્ય કલા આજે પણ સતત ધબકતી રાખવામાં સર્વરની જેમીનીઝને ખૂબ સફળતા મળી છે.

કથક નૃત્યમાં સુવર્ણ ચંદ્રક વિજેતા :મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં હજુ પણ નૃત્ય અને સંગીત કલાને લઈને ઘણો અવકાશ છે. આજે પણ ગુજરાતના મહાનગરોમાં ભારતની પ્રાચીનતમ નૃત્ય અને સંગીત કલાને પ્રોત્સાહન મળે છે. જેના કારણે અમદાવાદ, પોરબંદર, જૂનાગઢ અને આવતીકાલે રાજકોટમાં સર્વરી જેમીનીઝના પર્ફોમન્સનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વરી જેમીનીઝે પુણે યુનિવર્સિટીમાંથી ગોલ્ડ મેડલ સાથે કથક નૃત્યમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી છે.

વિશ્વભરમાં ભારતીય કલાનો પ્રસાર :સર્વરી જેમીનીઝે સીડનીના ઓપેરા હાઉસમાં પણ પર્ફોર્મન્સ આપ્યું છે, અહીં પર્ફોમન્સ આપનાર તે ત્રીજા ભારતીય પણ છે. આ સિવાય સર્વરી જેમીનીઝે કોણાર્ક ફેસ્ટિવલ, ખજૂરાહો ફેસ્ટિવલમાં પણ કથક નૃત્યને લઈને ભારતીય સંગીત અને નૃત્ય કલાને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે. આ સિવાય સર્વરી જેમીનીઝ દ્વારા અમેરિકા, કેનેડા, જર્મની, ઈંગ્લેન્ડ અને સિટરલેન્ડમાં પણ કથક નૃત્યના પર્ફોમન્સ આપીને ભારતની આ પ્રાચીનતમ સંગીત અને નૃત્ય કલાને વિશ્વના પ્રશંસકો સમક્ષ પણ રજૂ કરી છે. આમ ભારતની સંગીત કલાને એક અદકેરુ માન અને સન્માન પણ અપાવ્યું છે.

  1. કથ્થક મહોત્સવમાં અમદાવાદના મૌલિક અને ઈશિરાનું ધમાકેદાર પર્ફોર્મન્સ, લોકો થયાં મંત્રમુગ્ધ
  2. કથક ડાન્સર પંડિત બિરજુ મહારાજનું 83 વર્ષની વયે નિધન, રાષ્ટ્રપતિ, PM Modiએ આપી શ્રદ્ધાંજલિ

ABOUT THE AUTHOR

...view details