કચ્છ:1947માં આઝાદી પછી અનેક વાટાઘાટો ને અંતે કચ્છ ભારતના સીધા વહીવટ હેઠળ આવ્યું હતું. 1 જૂન 1948ના દિવસે કચ્છ વાસ્તવમાં આઝાદ થયો હતો અને સંપૂર્ણ રીતે ભારત સંઘમાં જોડાયું હતું તેવું ઇતિહાસકારો જણાવી થયા છે.આ ઉપરાંત કચ્છ સંભવત ભારતનો એકમાત્ર એવો જિલ્લો હશે જ્યાં સ્વતંત્રતાની ઉજવણી કરવા બે અલગ ધ્વજ લહેરાવવામાં આવ્યા હતા. જી હા 15મી ઓગસ્ટ 1947ના ભારત આઝાદ થયું ત્યારે કચ્છ સ્વતંત્ર દેશી રાજ્ય હોવા છતાં બે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યા હતા.જેમાં ભારતના ત્રિરંગા ઝંડાની સાથે કચ્છ રાજ્યના ધ્વજને પણ સલામી આપવામાં આવી હતી.
છોટુભાઈ દેસાઈના હાથે ત્રિરંગો લહેરાવીને સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી (Etv Bharat Gujarat) 15મી ઓગસ્ટ 1947ના બે ધ્વજ ફરકાવવામાં આવ્યા:ઇતિહાસકાર સંજયભાઈ ઠાકરે માહિતી આપતા જણાવ્યું હતું કે,"કચ્છના સ્વાતંત્ર સંગ્રામ ની વાત એક સીમાચિન્હ રૂપ છે. કચ્છનું ચલણ કચ્છની ભાષા કચ્છનું પહેરવેશ જેમ આગવું છે તેવી જ રીતે સ્વાતંત્ર દિન પણ કચ્છનું અલગ છે. 15 ઓગસ્ટ 1947 ના આપણે બ્રિટિશોની જંજીરો માંથી આઝાદ થયા પણ ત્યારે કચ્છમાં હજી દેશી રજવાડું હતું અને રાજાશાહી હતી કારણ કે તે વખતે ઉથલપાથલનો સમય હતો. આ સમયગાળા દરમિયાન કચ્છના મહારાવશ્રીએ કામચલાઉ કરાર એટલે કે મર્યાદિત જોડાણનો દસ્તાવેજ કર્યો હતો અને ભુજમાં આપણા કચ્છ રાજ્યનો ઝંડો પ્રતીક અને સાથે તિરંગો ઝંડો હિંમતસિંહજી દ્વારા લહેરાવવામાં આવ્યો હતો. પરંતુ હજી સુધી કચ્છને ભારત સંઘમાં ભેળવવાનું બાકી હતું.
- 1 જૂન 1948ના દિવસે કચ્છ વાસ્તવમાં આઝાદ થયો હતો
1 જૂન 1948ના દિવસે કચ્છ વાસ્તવમાં આઝાદ થયો હતો (Etv Bharat Gujarat)
જવાબદાર રાજયતંત્રની ચળવળે જોર પકડ્યું:આઝાદી પછી અનેક વાટાઘાટો ચાલુ હતી જેમાં 15 ફેબ્રુઆરી 1948ના કચ્છના મહારાવ અને પ્રજાકીય પરિષદ વચ્ચે જવાબદાર રાજયતંત્રની ચળવળે જોર પકડ્યું હતું.આ વચ્ચે 26 ફેબ્રુઆરી 1948ના રોજ મહારાવ વિજ્યરાજનું અવસાન થયું જેથી આ વાટાઘાટોમાં ગેપ આવી ગયો.બીજી બાજુ મહાત્મા ગાંધીની પણ હત્યા કરવામાં આવી માટે આ બધા ઘટનાક્રમની વચ્ચે સરદાર વલ્લભભાઈ પટેલ, વીપી મેનન અને લોર્ડ માઉન્ટ બેટન સાથે સતત બેઠકોનો દોર ચાલુ હતો.
19 માર્ચ 1948 ના મદનસિંહજીએ કરાર પર હસ્તાક્ષર કર્યા:કચ્છી પ્રજાકીય પરિષદે સ્વાતંત્ર્ય લડત ચલાવી, પરિષદના અધિવેશનોએ લોકોમાં જોમ જગાડયું અને આઝાદીનો આતશ પ્રગટ્યો હતો. તેની સામે ટકી રહેવાની કચ્છના રાજવીઓની બબ્બે પેઢીની મથામણ પછી કચ્છના અંતિમ મહારાવશ્રી મદનસિંહજીએ 4 થી માર્ચ 1948ના કચ્છાધિપતિનું બિરૂદ ધારણ કર્યું હતું. 19 માર્ચ 1948 ના મદનસિંહજીએ ખૂબ વિચારીને એક કરાર પર હસ્તાક્ષર કર્યા અને જાહેરનામું પ્રગટ કર્યું પરંતુ અંતિમ કરાર પર મદનસિંહે ભારત સરકાર સાથે 4 મે 1948ના હસ્તાક્ષર કર્યા.મદનસિંહે 89 દિવસ શાસન સંભાળ્યા પછી 1 લી જૂન 1948થી રાષ્ટ્રના વર્તમાન પ્રવાહમાં ભળી જવા માટે છેલ્લા 438 વર્ષથી અખંડ રહેલી રાજગાદીનો ત્યાગ કરીને લોકોની અપેક્ષા સંતોષી તેથી એ ત્યાગ ઈતિહાસને પાને પ્રજાહિત માટેના યોગ્ય પગલા તરીકે બિરદાવાયું હતું.
કચ્છ એક દેશી રજવાડું હતું અને કચ્છમાં બેવડો માહોલ હતો (Etv Bharat Gujarat) 1 જૂન 1948ના કચ્છ આઝાદ થયું: કચ્છને 1948માં આઝાદી મળવાની સાથે જ તે કેન્દ્ર સરકારના સીધા વહીવટ હેઠળ આવી ગયો હતો. આમ કચ્છમાં 1લી જૂનના સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો હતો. 15મી ઓગસ્ટ 1947ના એટલે કે ભારતની આઝાદી સમયે સ્વાતંત્ર દિવસની ઉજવણી ભુજના ઉમેદ ભવનમાં કચ્છ રાજ્યના પ્રથમ કમિશનર છોટુભાઈ દેસાઈના હાથે ત્રિરંગો લહેરાવીને કરવામાં આવી હતી.
- ગુજરાત પોલીસનું ગૌરવ, રાજ્યના 21 પોલીસકર્મીને સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિશેષ સન્માન - Independence Day 2024
- 1961 થી આજ સુધી આ ગામમાં નથી થઈ ચૂંટણી, છતાં તમામ સુખ સુવિધાઓ ઉપલબ્ધ - no election held in Mamana village