સુરત:તરસાડી નગરમાં કામ કરતાં સફાઈ કર્મચારીઓને નડતા વિવિધ પ્રશ્ન સંદર્ભે સમાજના ઉત્થાન માટે કાર્ય કરતાં સમસ્ત વાલ્મિક સમાજ ગુજરાતના નેજા હેઠળ તારીખ 11મી માર્ચે તરસાડી નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ વગેરેને માંગણીના 8 મુદ્દાનું આવેદનપત્ર આપવામાં આવ્યુંહ તું. જે પ્રશ્નનો હલ ન થાય તો તારીખ 27મીથી અચોક્કસ મુદત માટે કામથી અળગા રહી હડતાલથી ચીમકી ઉચ્ચારી હતી. આવેદનપત્રની મુદત વિત્યા બાદ પણ નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોની માંગણી સંદર્ભે કોઈ સંતોષકારક પગલાં ન ભરતાં બુધવાર તારીખ 27મીના રોજથી તમામ સફાઈ કર્મચારીઓ પોતાના આગેવાનોની ઉપસ્થિતિમાં નગરપાલિકા સામે મોરચો માંડ્યો હતો, અને હડતાલ પાડી હતી. નગરપાલિકાના ચીફ ઓફિસર વગેરેની હાયહાય બોલાવી પોતાનો રોષ ઠાલવ્યો હતો. માંગણી ન સંતોષાય તો નગર ગંદકીમાં ખદબદશે તેવી સ્થિતિ માટે તૈયાર રહેવા માટે ચીમકી ઉચ્ચારી હતી.
સુરતમાં તરસાડી નગરપાલિકાના 90 સફાઈ કર્મચારીઓ પડતર પ્રશ્નનો લઈ હડતાલ પર, નગરજનો મુશ્કેલીમાં મુકાયા - 90 Cleaning Workers On Strike - 90 CLEANING WORKERS ON STRIKE
તરસાડી નગરપાલિકાના 90 જેટલા સફાઈ કર્મચારીઓ અનિયમિત પગાર, કાયમી કરવાની માંગણી તેમજ પડતર પ્રશ્નોને લઈ તરસાડી નગરપાલિકા સામે કામ બંધ કરી હડતાલ પર બેઠા છે. માંગણીનો ઉકેલ ન આવે ત્યાં સુધી કામથી અળગા રહી નગરપાલિકા સામે બેસી વિરોધ કરશે.
![સુરતમાં તરસાડી નગરપાલિકાના 90 સફાઈ કર્મચારીઓ પડતર પ્રશ્નનો લઈ હડતાલ પર, નગરજનો મુશ્કેલીમાં મુકાયા - 90 Cleaning Workers On Strike Etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-03-2024/1200-675-21089005-thumbnail-16x9-.jpg)
Etv Bharat
Published : Mar 28, 2024, 12:55 PM IST
સફાઈ કર્મચારીના પ્રશ્નો:
- તરસાડી નગરપાલિકામાં રોજમદાર તરીકે ફરજ બજાવતાં કામદારોનો ઠરાવ કરવા
- નગરપાલિકાના તમામ કામદારોને લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવવા
- કામદારોનું અવસાન થાય તો તેમના સભ્યોને તાત્કાલિક નોકરી આપવામાં આવે
- નગરપાલિકાના કામદારને રવિવાર, બુધવાર અડધો દિવસ રજા આપવામાં આવે અને આ રજાનો પગાર ન કપાય
- કામદારોને પગાર સ્લીપ દર મહિને આપવામાં આવે
- સફાઈ કામદારોને તારીખ 1થી 10માં રેગ્યુલર પગાર ચૂકવવામાં આવે
- તમામ કામદારોને દર મહિને સાવરણા, સેફ્ટીના સાધનો, ગમબુટ, કપડા, સાબુ આપવામાં આવે અને મેડિકિલ ચેકઅપ કરાવવામાં આવે
- સફાઈ કામદારનું અવસાન થાય તો અંતિમક્રિયામાં મળવાપાત્ર રકમ કામદારોને ચૂકવવામાં આવે 90 Cleaning Workers On Strike
90થી વધુ કામદારો પૈકી માત્ર 11 કામદારોને કાયમી કરવામાં આવ્યા છે. 15 વર્ષથી તેમને કાયમી કરવામાં આવ્યા નથી. પગાર પણ નિયમિત આપવાના બદલે ત્રણ મહિના સુધી લંબાવવામાં આવે્ છે. પગારમાંથી પીએફ કાપવામાં આવે્ છે પરંતુ પીએફ ઓફિસમાં જમા થતું નથી. આ તમામ માંગણીઓ નગરપાલિકાના અધિકારી અને પદાધિકારીઓ ન સંતોષે તો હડતાલ આવનારા દિવસોમાં વધુ ઉગ્ર બનશે. - નરેશભાઈ બી. સોલંકી (પ્રમુખ, સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાત)