નવસારી: રાજ્યમાં બુલેટના સાઈલેન્સર મોડીફાઇડ કરીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર બુલેટ આજના યુવાનો ખુબ ફેરવી રહ્યા છે. ત્યારે નવસારીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતાં પોલીસ એકશનમાં આવી છે. નવસારીમાં બુલેટના સાયલેન્સર મોડીફાઈડ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર બુલેટ ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી ૩૫ બુલેટ વાહનો ડીટેઈન કરેલ છે. નવસારીમાં આડેધડ ધૂમ સ્ટાઈલથી મોટર સાયકલ દોડવાને કારણે રસ્તા પર રાહદારીઓને હાલાકી પડે છે. જેને લઈને નવસારી જીલ્લા પોલીસવાળા સુશીલ અગ્રવાલે બુલેટ ડ્રાઈવનું આયોજન કરવાની સૂચના આપી હતી. નવસારી પોલીસે શહેરમાંથી બેફામ નીકળતા નબીરાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
નવસારીમાં ઘોંઘાટ કરતા બુલેટ ચાલકો પર પોલીસની લાલ આંખ, 35 વાહનો કરાયા ડિટેઇન - Navsari Bullet Drive
નવસારીમાં બુલેટના સાયલેન્સર મોડીફાઈડ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર બુલેટ ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી ૩૫ બુલેટ વાહનો ડીટેઈન કરેલ છે. બુલેટનાં સાયલેન્સર મોડીફાઇડ કરી ધ્વનિ પ્રદુષણ કરનાર વાહનો વિરુદ્ધ સ્પેશિયલ બુલેટ ડ્રાઈવનું આયોજન કરાયું હતું. Navsari Bullet Drive
Published : Jun 8, 2024, 8:21 PM IST
35 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા: નવસારીમાં બુલેટના સાયલેન્સર મોડીફાઇડ કરીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર બુલેટ ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી છે. વાહનચાલકો વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. બુલેટ ડ્રાઈવ દરમ્યાન નવસારી ટાઉન, ગ્રામ્ય, વિજલપોર, અને જલાલપોર પોલીસે બુલેટનાં સાયલેન્સર મોડીફાઇડ કરી ધ્વનિ પ્રદુષણ તેમજ ધોધાટ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરી બુલેટ ડીટેઈન કરેલ છે. નવસારી પોલીસે સાયલેન્સરમાંથી ભયાનક અવાજ કરી ન્યુસન્સ ફેલાવતા બુલેટ વાહનચાલકો સામે એમ વી એક્ટ 207 મુજબ કુલ ૩૫ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે.
સ્પેશિયલ બુલેટ ડ્રાઇવનું આયોજન કરાયું: નાયબ પોલીસ અધિક્ષક વી એન પટેલે જણાવ્યું કે,બુલેટનાં સાયલેન્સર મોડીફાઇડ કરી ધ્વનિ પ્રદુષણ તેમજ ધોંધાટ કરનાર વાહનો વિરુદ્ધ સ્પેશિયલ બુલેટ ડ્રાઈવનું આયોજન કરાયું હતું. સાંજે 07:00 થી 09:00 દરમિયાન જિલ્લા ટ્રાફિક પોલીસ અને લોકલ પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં નવસારી પોલીસે સાયલેન્સરમાંથી ભયાનક અવાજ કરીને ઘોંઘાટ ફેલાવતા બુલેટ વાહનચાલકો સામે એમ.વી. એક્ટ 207 મુજબ કુલ 35 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે.