બનાસકાંઠા: બનાસકાંઠાના અનેક તાલુકા મથકે સરકારી સાઇકલના ઢગલા જોવા મળી રહ્યા છે. સરકારી યોજના મુજબ બાળકોને શાળાએ જવા માટે સાઇકલ અપાય છે. સરકાર કરોડો રૂપિયા ખર્ચીને શિક્ષણનું પ્રમાણ વધારવાની કોશિશ કરે છે. બીજી બાજુ તંત્ર સરકારની મંચ્છા પર પાણી ફેરવી રહ્યું છે. ધાનેરામાં 800 અને દાંતામાં 1000 સાઇકલ બાળકોને આપવાના બદલે સાયકલો ધૂળ ખાઈ રહી છે. ગત વર્ષની સાઇકલો આ વર્ષે વિતરણ કરવાનો સમય પણ તંત્ર પાસે નથી. વરસાદમાં પલળી ગયેલ કાટ કાઢેલ સાઇકલ બાળકોને આપી તંત્ર શું સાબિત કરશે? સરકારનો અધિકારીઓને ડર જ ન હોવાના કારણે સાઇકલ આપવામાં વિલંબ થયો છે. ત્યારે સરકાર ક્યારે એક્શનમાં આવશે તે કહેવું જ મુશ્કેલ છે.
ધાનેરામાં બાળકોને અપડાઉન માટે અપવામાં આવતી સરકારી સહાયની સાઇકલ તંત્રના પાપે ધૂળ ખાઈ રહી છે, જાણો શું છે મામલો.. - cycle of government aid
બનાસકાંઠાના ધાનેરામાં બાળકોને અપડાઉન માટે અપાતી સરકારી સહાયની સાઇકલ તંત્રના પાપે ધૂળ ખાતી નજરે પડી છે. સાયકલ વિતરણમાં નિષ્ક્રિય રહેતું તંત્ર સરકારી યોજના પર પાણી ફેરવી રહ્યું છે. cycle of government aid
Published : Jul 18, 2024, 7:38 PM IST
|Updated : Jul 18, 2024, 9:12 PM IST
સમગ્ર સ્થિતિને લઈને ઈટીવી ભારત પણ સવાલ ઉઠાવી રહ્યું છે. સાઇકલ તૈયાર છે. બાળકો તૈયાર છે. તો વિતરણમાં કયો ગ્રહ નડે છે? સરકારી યોજનામાં આ રીતે વિલબ કરી સરકાર ના ધજજીયા ઉડાવવાનો હક તંત્રને કોણે આપ્યો? આવા અનેક સવાલો વચ્ચે હવે તો સાઇકલ જ પોકાર કરી રહી છે કે અમને ચલાવો નહિતર અમે પણ કાટમાં સડી જઈશુ.
બનાસકાંઠા જિલ્લામાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત કન્યાઓને આપવામાં આવતી સાયકલ સહાય અંગે અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ પાલનપુરના નાયબ નિયામક મનીષભાઈ સોલંકીએ જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં સરસ્વતી સાધના યોજના હેઠળ આપવામાં આવતી સાયકલ હાલમાં એજન્સી હસ્તક છે. રાજ્ય સરકારની સૂચના અન્વયે સામાજિક કલ્યાણ વિભાગ પાલનપુર દ્વારા સાયકલની ડિલિવરી સ્વીકારવામાં આવી નથી. રાજ્ય સરકારના ગ્રીમકો નિગમ દ્વારા સાયકલની ખરીદી કરવામાં આવી છે. સાયકલ વિતરણ માટે એજન્સીને કામ સોંપવામાં આવ્યુ છે. આ એજન્સી દ્વારા એસેમ્બલિંગ કરી સાયકલો જે તે જિલ્લામાં સોંપણી કરવામાં આવે છે. હાલમાં જે સાયકલો છે તે સરકાર દ્વારા સ્વીકારવામાં આવેલ નથી. જેનો હવાલો એજન્સી પાસે છે. કન્યાઓને વહેલી તકે સાયકલો મળે એ માટે સરકાર પ્રયત્નશીલ છે અને આ બાબતે સરકાર હકારાત્મક છે.