ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના, CCTV થયા વાયરલ

અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં 74 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું. જેનો CCTV ફૂટેજ વાયરલ થયો છે.

અમદાવાદ શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના
અમદાવાદ શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના (etv bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 15, 2024, 8:02 PM IST

અમદાવાદ: જિલ્લામાં અવારનવાર હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવે છે. જેમાં ઘણીવાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે તો ઘણાના મોત પણ થયા છે. ત્યારે આવી જ એક ઘટના અમદાવાદમાં વહેલી સવારે અનુપમ સિનેમા પાસે બની હતી. જેમાં કાર ચાલકે 74 વર્ષીય વૃદ્ધને ટક્કર મારી દેતા તેમનું મોત થયું હતું.

અનુપમ સિનેમા પાસે બન્યો બનાવ: અમદાવાદમાં વહેલી સવારે અનુપમ સિનેમા પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. જેમાં એક કાર ચાલકે મોર્નિંગ વોક ઉપર નીકળેલા વૃદ્ધને અડફેટે લીધા હતા અને એ વૃદ્ધનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. હાલ આ ઘટનાના CCTV વાયરલ થઈ રહ્યા છે.

અમદાવાદ શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના (etv bharat gujarat)

74 વર્ષીય વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત: અનુપમ સિનેમા પાસે વહેલી સવારે આ ઘટના બની હતી. જ્યાં 74 વર્ષીય અમીરચંદ રાજપુત મોર્નિંગ વોક પર નીકળ્યા હતા. ત્યારે બેફામ ડ્રાઇવિંગ કરનાર કારચાલકે તે વૃદ્ધને અડફેટે લીધા હતા. જેમાં વૃદ્ધનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. આ બાબતે અમદાવાદ આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ફરિયાદમાં આરોપીનું નામ કે ગાડી નંબરનો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી. પોલીસ આગામી તપાસ દરમિયાન આ શખ્સ સુધી પહોંચે તે માટે કાર્યવાહી કરી રહી છે.

આ પણ વાંચો:

  1. કોડીનાર પાસે વેળવા ગામ નજીક નવું ટોલ બુથ શરૂ, જેને લઇને વાહન ચાલકોમાં ભારે કચવાટ
  2. પોરબંદર ખાતે ભારતીય સોકર ટીમનું સિલેક્શન કાર્યક્રમ યોજાયો, રાજ્યના 25 ખેલાડીઓનું ફાઈનલમાં સિલેક્શન

ABOUT THE AUTHOR

...view details