ભાવનગર:યુવા પેઢી માટે સ્વાદનો ચસકો આજના સમયમાં ચરમસીમાએ છે. આ દરમિયાન વિચાર કરી તો આજની જનરેશન શું 80 વર્ષની વયે હાલમાં દાદા દાદીની જેમ કામ કરવા ક્ષમ હશે ? શું તેઓ પણ વૃદ્ધ વયે સ્વસ્થ અને નીરોગી જીવન જીવી શકાશે ? શું તેઓ વૃદ્ધ વયે દોડી શકાશે ? આવા ઘણા પ્રશ્નોનો જવાબ જાણવા માટે ETV BHARAT એ ભાવનગર આયુરવવાડ તબીબ સાથે સ્વાદ અને પોષણ મુદ્દે ખાસ વાત કરી હતી. સ્વાદ સાથે પોષણ કેટલું જરૂરી છે, ચાલો જાણીએ.
બહારનો ખોરાક ખાવો જોઈએ, પરંતુ આજીવન આ ખોરાક શરીર માટે હાનિકારક છે (Etv Bharat Gujarat) પોષણક્ષમ આહાર નહીં આરોગો તો મુશ્કેલી થશે : સ્વાદ અને પોષણની જુગલબંદીમાં કોણ આગળ છે આવા ઘણા પ્રશ્નોનો જવાબ આપતા ડો. તેજસ દોશીએ જણાવ્યું હતું કે, બંને એકબીજાના પૂરક છે, આજની જનરેશનમાં જોઈએ તો, આજની પેઢી સ્વાદ પારખનારી છે અને ચટાકુ પ્રજા છે, આજની યુવા પેઢી પણ ચટાકુ પ્રજા છે. અને બીજી બાજુ આપણા વડીલો અને પૂર્વજોને જુઓ, એ હંમેશા પોષણ યુક્ત આહાર લેતા હતા. તમે જુઓ કે જે મજૂરો પણે ગામડાઓમાં કામ કરે છે કે આપણા બાપદાદાઓએ જેનને આજનું ફાસ્ટ ફૂડ જરાય ભાવતું નથી, રોટલા, ભાખરી, ખીચડી ઘી નાખી ગોળ સાથે ખાતા હતા. જેનાથી તેમનો આહાર એકદમ પોષણયુક્ત બનતો હતો, તેથી જ આજની તારીખે બા દાદાઓ 80-85 વર્ષે કામ કરી શકે છે. હવેની પેઢી એ સ્થિતિ સુધી પહોંચશે કે કેમ તે એક શંકા છે.
ચટાકેદાર પ્રજાને ખ્યાલ નથી પોષણ ક્યાં ભોજનમાં છે (Etv Bharat Gujarat) ચટાકુ સ્વાદયુક્ત ભોજન ક્યારે લેવું: ડો. તેજસ દોશીએ વધુમાં જણાવતા કહ્યું કે, આજની જનરેશનમાં ઇઝી ફૂડ અવેલેબલ છે, જેમકે પીઝા, હોટ ડોગ, બર્ગર, પાસ્તા, સેન્ડવીચ છે કે જેની અંદર મસાલા ભરપૂર પ્રમાણમાં ભરેલા હોય છે, તે આપણા સ્વાદને અને જીભને ખૂબ જાણે છે. માર્કેટિંગવાળા અને ફૂડ ઇન્સ્ટિટ્યૂટને ખ્યાલ છે જ કે આજના બાળકોને કયા પ્રકારના સ્વાદ સાથે ખોરાક જોઈએ છે. જેથી બાળક તેમજ યંગ જનરેશન એની તરફ આકર્ષાય છે. જો કે મિત્રો ક્યારેક બહારનો ખોરાક ખાવો જોઈએ, પરંતુ આજીવન આ ખોરાક શરીર માટે હાનિકારક છે. તેજસ દોશીએ ખોરાક બાબતએ સલાહ આપતા જણાવ્યું કે આપણા વડીલો જે પોષણયુક્ત ઘરનો ખોરાક આરોગે છે તે જ ખોરાક લાંબા સમયે આપણને એ ઉપયોગી થશે.
ફાસ્ટફૂડના જમાનામાં પોષણયુક્ત આહારની ઉણપ (Etv Bharat Gujarat) તો કયો છે સ્વાસ્થ્ય પોષણક્ષમ આહાર: સવારમાં લીલા શાકભાજી કે તેનો રસ આરોગવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સાથે સવારમાં રાત્રે પલાળેલા કઠોળ આરોગવા જોઈએ. ભોજનમાં ગોળ,ઘી ખાસ લેવા જોઈએ. ભોજનમાં ભાખરી, રોટલી, બાજરાનો રોટલો, ખીચડી, શાક, લીલી શાકભાજી વગેરે સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે. પોષણક્ષમ આહાર આજની પેઢી લેશે તો હાલની 80 વર્ષની પેઢીની જેમ તેઓ પણ 80 વર્ષે મજબૂત રહી શકશે.
ફાસ્ટફૂડના જમાનામાં પોષણયુક્ત આહારની ઉણપ (Etv Bharat Gujarat) - PM મોદીએ ઉદ્ઘાટન કરેલા અબજોના રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ રન-વેની દીવાલ ધરાશાયી, 1 વર્ષ માંડ ટકી - Rajkot International Airport
- પાટણવાવના "રૂદ્ર"એ વૈશ્વિક સ્તરે "ત્રિરંગો" લહેરાવ્યો, એક સાથે ત્રણ મેડલ જીતનાર એકમાત્ર નેશનલ ટોપર - 17th IESO