ગુજરાત

gujarat

ETV Bharat / state

ઈફ્કોના ડાયરેક્ટર પદ પર જયેશ રાદડિયા વિજયી ભવઃ થયા બાદ, કોણ પડ્યું તેમની સામે? - IFFCO Director Jayesh Radadiya - IFFCO DIRECTOR JAYESH RADADIYA

ઈફકોના ડાયરેક્ટર પદે જયેશ રાદડિયા અને ચેરમેન પદે દિલીપ સંઘાણી જીત્યા બાદ ભાજપમાં રહેલ આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે. આ નિવેદન પાછળનું મુખ્ય કારણ એ છે કે, જયેશ રાદડિયા વિરુદ્ધ સૌરાષ્ટ્રમાંથી જ સહકારી ક્ષેત્રનાં એક અગ્રણી સીધા મેન્ડેટને લઈને સામ-સામા મેદાનમાં ખુલ્લેઆમ આવ્યા છે. કોણ છે આ અગ્રણી તે જાણવા માટે વાંચો આ અહેવાલ વિગતવાર. IFFCO Director Jayesh Radadiya Chairman Dilip Sanghani BJP C R Patil

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : May 11, 2024, 3:32 PM IST

Updated : May 11, 2024, 5:26 PM IST

ભાજપમાં આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો (Etv Bharat Gujarat)

રાજકોટઃ સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા ઈફ્કો ખાતે સૌરાષ્ટ્ર સ્થિત સહકારી આગેવાનોનો કબ્જો તોડવા માટેનાં બિપિન ગોતા થકી આદરાયેલા પ્રયાસોને જાણે કે જોરદાર ધોબી-પછાડ મળી છે. ગાંધીનગર કમલમમાંથી "ભાજપ અને કોંગ્રેસનાં સહકારી ક્ષેત્રનાં ઉમેદવારો વચ્ચે ચોક્કસ પ્રકારે ઈલુ-ઈલુ ચાલી રહ્યું છે" તેવા નિવેદનો પણ રજૂ થયા છે.

બાબુ નસીતનો સણસણતો સવાલઃ રાજકોટ જિલ્લામાં સહકારી ક્ષેત્રના અગ્રણી અને ભાજપના સભ્ય બાબુ નસીતે મેન્ડેટની સામે લડનારા રાદડિયા સામે એક્શન કેમ ન લેવાવા જોઈએ? તેવો સણસણતો સવાલ કર્યો છે. બાબુ નસીત સાથે આવી ઘટના ઘટી ત્યારે કબૂલાત સાથે એમની વિરુદ્ધ એક્શન લેવાયા હોય તો રાદડિયા સામે પણ એક્શન લેવાય તેવી રજૂઆત કરતા તેમણે ચંદ્રકાન્ત પાટીલનાં "ઈલુ-ઈલુ" વાળા નિવેદનને સમર્થન આપ્યું.

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

જયેશ રાદડિયાની પ્રતિક્રિયાઃ બાબુ નસીતે જે સવાલો ઊભા કર્યા છે તેના પર પ્રતિક્રિયા આપતા જયેશ રાદડિયાએ જણાવ્યું કે, હું એક સહકારી ક્ષેત્રનો અને સમાજનો માણસ છું અને સમાજ તેમજ ખેડૂતોનાં ભૂતકાળમાં મને સર્ટિફિકેટ મળી ચુક્યા છે. મારે નસીતનાં આરોપોના જવાબો આપવાના હોય જ નહીં. પાટીદાર સમાજ વતી ખોડલધામ વાળા નરેશ પટેલે જયેશ રાદડિયા વિરુદ્ધ અને બિપિન ગોતાની તરફેણમાં મતદાનની અપીલ કરતી વાયરલ થયેલી રેકોર્ડેડ ટેલિફોનિક ચર્ચા મુદ્દે પુછાયેલા પ્રશ્નના જવાબમાં જયેશ રાદડિયાએ કહ્યું હતું કે, આ મુદ્દે તેઓ કશું જાણતા નથી એટલે એ મુદ્દે તેઓ કોઈ વાત કરી શકશે નહીં. મેન્ડેટ વિરુદ્ધ જવા બદલ જયેશ રાદડિયાની સામે કોઈ એક્શન કેમ ન લેવાવવા જોઈએ? આ પ્રશ્નના જવાબમાં રાદડિયાએ જણાવ્યું હતું કે, મેં પક્ષ વિરોધી કોઈ પ્રવૃત્તિ નથી કરી કે મારી વિરુદ્ધ એક્શન લેવાય. પક્ષ દ્વારા આપવામાં આવેલી તમામ ચૂંટણીલક્ષી જવાબદારીઓનું મેં સભાનતાપૂર્વક વહન કર્યું છે તેથી આ પ્રશ્ન જ અસ્થાને છે.

ભાજપનું આંતરિક રાજકારણઃ અમરેલી-જેતપુર-જામકંડોરણા-ધોરાજી-ઉપલેટા પટ્ટીમાંથી દિલીપ સંઘાણી, જયેશ રાદડિયા અને સમર્થનમાં આવેલા નારણ કાછડીયા જેવા નેતાઓને લીધે ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયું હોવાનું પ્રતીત થઈ રહ્યું છે. તેમજ લોકસભા ચૂંટણીના જે પરિણામો આવશે ત્યારબાદ ભાજપનું આંતરિક રાજકારણ કઈ દિશામાં ગતિ કરશે તેના પર સૌ કોઈની નજર છે.

  1. તમામ રાજકીય અટકળોની વચ્ચે અંતે ઈફકોનાં ડાયરેકટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયા વિજય ભવ: - IFFCO Director Election
  2. જયેશ રાદડિયાએ ભાજપ સામે બળવો કર્યો હોવાની વાત ઈરાદાપૂર્વક પાર્ટીને બદનામ કરવા ફેલાવવામાં આવી - Dilip Sanghani Reaction
Last Updated : May 11, 2024, 5:26 PM IST

ABOUT THE AUTHOR

...view details