ગુજરાત

gujarat

ETV Bharat / state

'મારે મા-બાપનું મોં પણ જોવું નથી, મરજીથી કર્યા લગ્ન': ઇસ્કોન મંદિર વિવાદમાં દીકરીના કોર્ટમાં શબ્દો - ISKCON TEMPLE DISPUTE

'પોતે કૃષ્ણ અને 600 દીકરીઓ ગોપી એવો આડંબર' કોર્ટમાં અરજદારે ઈસ્કોન મંદિર સામે ગંભીર આક્ષેપ.

ગુજરાત હાઈકોર્ટ (FILE PIC)
ગુજરાત હાઈકોર્ટ (FILE PIC) (ETV BHARAT GUJARAT)

By ETV Bharat Gujarati Team

Published : Jan 7, 2025, 8:20 PM IST

અમદાવાદ:ઇસ્કોન મંદિર સામે ગુજરાત હાઇકોર્ટમાં હેબીયર્સ કોર્પસની અરજી દાખલ કરવામાં આવી હતી. અમદાવાદના મેઘાણીનગરમાં રહેતા પિતાએ પોતાની દીકરીને લઈને અરજી દાખલ કરી હતી. ઇસ્કોન મંદિરના પૂજારીઓ પર કથિક રીતે યુવતીનું બ્રેઈન વૉશ કર્યાનો પિતાએ આરોપ લગાવ્યો હતો. આ મામલે ગુજરાત હાઇકોર્ટે તમામ પક્ષકારોને નોટિસ ફટકારી હતી, આ મામલે આજે સુનાવણી થઈ. દીકરી ઇસ્કોન મંદિરમાંથી ગુમ થયેલી હતી. ગુજરાત હાઇકોર્ટમાં તેણીએ જણાવ્યું હતું કે "મેં પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને મને મારા માતા પિતાનું મોઢું પણ જોવું નથી. મને માતા પિતા પાસે પરત જવું નથી."

ઇસ્કોન મંદિર વિવાદની સુનાવણી મામલે યુવતી કોર્ટમાં હાજર થઈ હતી. તેને કોર્ટમાં કબૂલ્યું હતું કે, સ્વૈચ્છિક રીતે હરિભક્ત સાથે ગઈ હતી. તેણે વધુ કહ્યું હતું કે મને મારા માતા પિતાથી ભય છે. મારા મારા પિતાના મોં પણ નથી જોવા અને મને તેમનાથી ભય છે. યુવતીની વાત સાંભળીને હાઇકોર્ટે અરજીનો નિકાલ કર્યો અને યુવતીને પોલીસ સુરક્ષા આપવામાં આદેશ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, એડવોકેટ ધર્મેશ ગુર્જર મારફતે અમદાવાદના મેઘાણીનગરમાં રહેતા એક નિવૃત્ત આર્મી મેને ગુજરાત હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સની પિટિશન દાખલ કરી છે. તે અરજીમાં આ મામલે સમગ્ર વિગતે જણાવવામાં આવી છે કે, નિવૃત્ત આર્મી મેનની બે દીકરી અને એક પુખ્તવયનો દીકરો છે. તેમની દીકરીને ભક્તિ ભાવમાં વધારે રસ હોવાથી તે અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ઇસ્કોન મંદિરમાં જતી હતી. આ મંદિરમાં સુંદર મામા પ્રભુ તેના ગુરુ હતા. તેઓ આ દીકરીઓને કૃષ્ણ લાલાનો બોધ આપતા હતા. નિવૃત્ત આર્મી મેન પિતાને ઇસ્કોન મંદિર ઉપર ખૂબ જ વિશ્વાસ હતો એટલે તેઓ પોતાની દીકરીને ઇસ્કોન મંદિર જવા દેતા હતા.

અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ઇસ્કોન મંદિરમાં ભક્તિના નામે યુવાન દીકરીઓનું બ્રેઈન વૉશ કરવામાં આવે છે. ત્યાં સ્વામીઓ પોતે કૃષ્ણ છે એવું આડંબર કરે છે અને સ્કૂલ મંદિરમાં રહેતી 600 દીકરી ગોપી હોય એમ દીકરીઓને જણાવે છે. અરજીમાં એવું પણ જણાવ્યું હતું કે, દીકરીના ગુરુ સુંદર મામાએ કહ્યું હતું કે, અરજદારની દીકરી સુંદર અને હોશિયાર છે. તેથી તેને ઇસ્કોન મંદિરમાં રાખવાની છે. તેને પોતાના શિષ્ય સાથે લગ્ન કરી દો, પરંતુ અરજદારે છોકરીને બીજી કોઈ જાતિમાં પરણાવવાની ના પાડી હતી. ત્યારબાદ અરજદારને ધમકીઓ મળવા લાગી. અરજીમાં એવું પણ જમાવ્યું હતું કે, તેમની દીકરીને ભડકાવીને 23 તોલા સોનું અને 3.62 લાખ રૂપિયા રોકડા લઈને મથુરાના એક શિષ્ય સાથે ભગાડી દેવામાં આવી છે.

  1. વિદેશ જવું છે ? ત્યાંની ભાષા શીખવી છે ? તો ગૂજરાત વિદ્યાપીઠ આપે છે આ તક
  2. જોઈએ છે ગાંધીધામ મ્યુનિ. કોર્પોરેશનને લોગો ડિઝાઈનર, લોગો બનાવો અને 21,000 લઈ જાઓ, જાણો સમગ્ર વિગતો

ABOUT THE AUTHOR

...view details