સુરત :સુરતના કીમ નજીક સ્યાદલા ગામમાં લગ્નેતર પ્રેમ સંબંધની શંકામાં પતિએ પત્નીને ઢોર માર માર્યો હતો. જોકે બાદમાં મહિલાનું મોત નીપજતા કીમ પોલીસે આરોપી પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
પત્ની પર આડા સંબંધની શંકા : સુરતના સ્યાદલા ગામમાં રાજમંદિર સોસાયટીમાં રહેતા 35 વર્ષીય રાજદીપ કમલ શર્મા પત્ની સાથે ત્રણ વર્ષ પૂર્વે અડાજણ સુરત ખાતે રહેતો હતો. તે પ્લમ્બરનું છુટક કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. રાજદીપનીને પત્નીનો કોઈ વ્યક્તિ સાથે પ્રેમ હોવાની શંકા હતી. જેથી તેઓ સુરત છોડી કીમ નજીક સ્યાદલા આવીને રાજમંદિર સોસાયટીમાં રહેતા હતા.
પતિ-પત્ની વચ્ચે ઝગડા : પત્ની નજીક આવેલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ચા- નાસ્તાની લારી ચલાવતી હતી. પત્નીએ કોઈ સ્થાનિક બિલ્ડર સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હોવાની પતિને શંકા જતા તેને સમજાવી હતી. જોકે ત્યારબાદ પણ પતિ-પત્ની વચ્ચે અવાર નવાર બોલાચાલી તથા ઝઘડો થતો હતો. પત્નીએ માફી માંગી લેતા મામલો થાળે પડી જતો હતો.
આ ગુનાના આરોપીS પોતાની પત્નીને માર મારી મોત કર્યું હતું. હાલ પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે. -- વી.આર. ચોસલા (PSI, કીમ પોલીસ મથક)
આરોપીએ પત્નીને માર માર્યો : આરોપી પતિએ પોતાની પત્નીને સાયણ ખાતે અજાણ્યા પુરુષ સાથે રીક્ષામાં બેસીને જતા જોઈ હતી. આ મુદ્દે ગત 14 માર્ચના રોજ બંને વચ્ચે ફરી બોલાચાલી થઈ હતી. આરોપી પતિએ ગુસ્સામાં પત્નીને બુટથી હાથ અને માથાના ભાગે માર માર્યો હતો. જોકે બાદમાં પત્નીએ ખાવાનું છોડી દીધું અને પથારીમાં સુતી રહેતી હતી. તે ઘરનું કામ પણ કરતી ન હોવાથી ઘરનું કામ પણ પતિ રાજદીપે કરવું પડતું હતું.
મહિલાનું મોત નીપજ્યું :આજે પોતાની ચા-નાસ્તાની લારી પર પતિ રાજદીપ આવ્યો હતો. પત્ની કંઈ પણ બોલતી ચાલતી નહોતી. સાંજે બેભાન જેવી અવસ્થામાં આરોપી પતિ તેની પત્નીને રિક્ષામાં નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા કીમ પોલીસને થતાં પોલીસે પતિ રાજદીપ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.
- Mass Suicide Case: સુરતમાં ફરીથી સામુહિક આત્મહત્યા, પતિએ પત્ની અને બાળકની હત્યા કરી ગળેફાંસો ખાઈ લીધો
- Husband Killed Wife: મિત્ર સાથે આડા સંબંધ હોવાથી પતિએ પત્નીની કરપીણ હત્યા કરી