ગુજરાત

gujarat

ETV Bharat / state

કોલ્ડપ્લેનો ક્રેઝ, દેશ-દુનિયામાંથી મ્યુઝિક લવર્સનો અમદાવાદમાં ધસારો, લોકોએ કહ્યું 'અમે બહુ જ એક્સાઇટેડ' - COLDPLAY CONCERT

કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને દેશ-દુનિયાના મ્યુઝિક લવર અમદાવાદ પહોંચી ગયાં છે, લોકોના ચહેરાઓ પર રીત સર આ કોન્સર્ટનો ક્રેઝ જોવા મળ્યો છે.

કોલ્ડપ્લેનો ક્રેઝ
કોલ્ડપ્લેનો ક્રેઝ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 25, 2025, 3:52 PM IST

Updated : Jan 25, 2025, 7:05 PM IST

અમદાવાદ: આજે સાંજે મ્યુઝિક લવર્સ માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાઈ રહ્યો છે, તેના માટે બપોરે 2:00 વાગ્યા થી સ્ટેડિયમમાં એન્ટ્રી કરવામાં આવી. આ કોન્સર્ટ સાંજે 5 થી રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે. બે દિવસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાનાર છે. કોલ્ડપ્લે સિંગર ક્રિસ માર્ટીનને જોવા માટે આખી દુનિયામાંથી લોકો અમદાવાદમાં ઉમટી પડ્યાં છે.

કોલ્ડપ્લે કોન્સર્ટને જોવા માટે કેટલાક લોકો જુદી જુદી થીમમાં આવ્યા તો, કેટલાક ડ્રેસ અને કંઈક અલગ પ્રકારના મેકઅપ કરીને સ્ટેડિયમની અંદર પહોંચ્યા. આ કોન્સર્ટ વિશે લોકોએ જણાવ્યું હતું કે, 'જ્યારથી અમને ખબર પડી કે અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાનાર છે, ત્યારથી જ અમે તૈયારી શરૂ કરી દીધી અને પહેલા જ દિવસે અમે કોલ્ડપ્લેની ટિકિટ ખરીદી અને આજે અમદાવાદ આ કોન્સર્ટ નિહાળવા પહોંચી ગયા છે. આ બેન્ડનું મ્યુઝિક બહુ જ ગમે છે અમે યુટ્યૂબ ઉપર પણ આ મ્યુઝિક સાંભળીએ છીએ, અને આજે અમે અમારી આંખોથી ક્રિશ માર્ટીનને જોઈશું. એટલે અમે બહુ જ એક્સાઇટેડ છીએ.

કોલ્ડપ્લે કોન્સર્ટ માટે દેશ-દૂનિયામાંથી ચાહકો ઉમટ્યા (Etv Bharat Gujarat)

કોન્સર્ટ જોવા માટે આવેલા અન્ય એક ફેને જણાવ્યું હતું કે 'હું મુંબઈથી આવી છું હું કેટલાંય દિવસથી આ કોન્સર્ટની રાહ જોતી હતી અને હું કોલ્ડપ્લે સિંગર ક્રિસ માર્ટીન ની બહુ જ મોટી ફેન છું'.

મહત્વપૂર્ણ છે કે, કોલ્ડપ્લે કોન્સર્ટને નિહાળવા કેટલાંક ફેન મહારાષ્ટ્ર, દિલ્હી, પુને, હૈદરાબાદ સહિત વિવિધ રાજ્યોમાંથી આવ્યા છે. આમ અમદાવાદમાં આજે દેશ અને વિદેશના મ્યુઝિકપ્રેમીઓ પહોંચી ગયા છે.

કોલ્ડપ્લે કોન્સર્ટ માટે દેશ-દૂનિયામાંથી ચાહકો ઉમટ્યા (Etv Bharat Gujarat)

આ કોન્સર્ટ માટે કેટલાંક લોકો કોલ્ડપ્લે ની ટીશર્ટ વેચવા માટે આવ્યા છે, ટીશર્ટ વેચનાર વેપારીએ જણાવ્યું હતું કે, અમે કોલ્ડપ્લેની ટીશર્ટ લઈને આવ્યા છીએ જેની કિંમત 500 થી 600 રૂપિયાની છે અને લોકો ખૂબ જ રસ લઈને આ ટીશર્ટ ખરીદી રહ્યા છે. કોન્સર્ટમાં ટીશર્ટ પહેરવા માટે અમે જુદી જુદી પ્રકારની ટીશર્ટ મેલ અને ફિમેલ બંને માટે લાવ્યા છે અને પ્લે કાર્ડ દ્વારા લોકોને બતાવી રહ્યા છે કે અન્ય કોલ્ડ પ્લેની અદભુત ટીશર્ટ મળે છે. આ ઉપરાંત કેટલાંક વેપારીઓ કેપ અને હેડ પણ લઈને આવ્યા અને તેમણે જણાવ્યું હતું કે 'આજે બહુ જ સખત ધૂપ છે આ ધૂપથી બચવા માટે અમે કેપ અને હેટ લઈને આવ્યા છીએ, અને લોકો ખૂબ જ એક્સાઇટેડ થઈને આ કેપ ખરીદી રહ્યા છે અને સ્ટેડિયમની અંદર પહેરશે તો એમને ધૂપ નહીં લાગે'.

મ્યુઝિક લવર્સનો અમદાવાદમાં જમાવડો (Etv Bharat Gujarat)

ઉલ્લેખનીય છે કેમ કોલ્ડપ્લે કોન્સર્ટ માટે અંદાજે એક લાખ કરતા વધુ લોકો ઉપસ્થિત રહેવાના છે, જેના માટે પોલીસ દ્વારા કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે. સુરક્ષામાં કોઇ ચૂક રહી ના જાય તેના માટે પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન તમામ પ્રેક્ષકોની કડક ચેકિંગ કરવામાં આવી રહી છે. મહિલાઓ માટે વધુ સુરક્ષા કરવામાં આવી છે. 400 થી વધુ સીસીટીવી દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કોન્સર્ટ પહેલા પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ સ્ટેડિયમ અને આસપાસ સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્તની પણ ચેકિંગ કરી હતી.

  1. કોલ્ડપ્લેના 1 લાખ ફેન્સ આજે અમદાવાદમાં: બ્રિટિશ બેન્ડનો યુવાઓમાં કેમ આટલો ક્રેઝ? જાણો
  2. કોલ્ડપ્લે માટે આ રહી પાર્કિંગની સુવિધા, બસ કરો આ કામ
Last Updated : Jan 25, 2025, 7:05 PM IST

ABOUT THE AUTHOR

...view details