જૂનાગઢ: આજે હોલિકા દહનનો તહેવાર સમગ્ર દેશમાં મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે જૂનાગઢમાં અનોખી રીતે હોલિકા દહનનો તહેવાર મનાવવામાં આવ્યો હતો. દર વર્ષની માફક આ વર્ષે પણ અંબાઈ અને કચ્છી ફળિયાના સદ ગૃહસ્થો દ્વારા વ્યસન મુક્તિના સંદેશા અને પ્રતિજ્ઞા સાથે હોલિકા દહન નો તહેવાર ધાર્મિક આસ્થા અને ઉલ્લાસ સાથે ઉજવાયો હતો.
જૂનાગઢમાં ધાર્મિક આસ્થા અને વ્યસન મુક્તિના સંદેશ સાથે ઉજવવામાં આવ્યું હોલીકા દહન પર્વ - junagadh holi celebration - JUNAGADH HOLI CELEBRATION
રંગોનો તહેવારની હોળી સમગ્ર દેશમાં ઉજવાય છે. પરંતુ જૂનાગઢમાં અનોખી રીતે હોલિકા દહનનો તહેવાર મનાવવામાં આવ્યો, આજે હોલિકા દહનનું પર્વ વ્યસન મુક્તિ અને ભાઈચારો અને સદભાવનાના વાતાવરણની વચ્ચે ઉજવવામાં આવી રહ્યો છે.
Published : Mar 25, 2024, 6:34 PM IST
વ્યસન મુક્તિ સાથે હોલીકા દહન:આજે હોલિકા દહન નો તહેવાર સમગ્ર દેશમાં ધાર્મિક આસ્થા અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવી રહ્યો છે. જૂનાગઢમાં પણ પ્રાચીન પરંપરા અનુસાર, આજે હોલિકા દહનનું પર્વ વ્યસન મુક્તિ અને ભાઈચારો અને સદભાવનાના વાતાવરણની વચ્ચે ઉજવવામાં આવી રહ્યો છે. 50 વર્ષ કરતાં પણ વધુ સમય જૂનાગઢ શહેરના અંબાઈ અને કચ્છી ફળિયાના સદ ગ્રહસ્થો દ્વારા હોળીના દિવસને ધાર્મિક આસ્થા વ્યસન મુક્તિના સંદેશા સાથે ઉજવવામાં આવે છે. તે મુજબ આ વર્ષે પણ ખૂબ મોટી સંખ્યામાં સદ ગ્રહસ્થો દ્વારા હોળીનો તહેવાર વ્યસન મુક્તિ ધાર્મિક ભાઈચારો અને હર્ષ અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવ્યો છે.
વ્યસન મુક્તિની અનોખી પહેલ:જૂનાગઢ શહેરમાં પાછલા 50 વર્ષ કરતાં પણ વધુ સમયથી વ્યસન મુક્તિ સાથે હોલિકા દહન નો તહેવાર મનાવવામાં આવે છે. વાલમ બાપાની નનામી કાઢીને લોકો ઢોલ અને મંજીરાના તાલે નાચતા ગાતા સમગ્ર વિસ્તારમાં ફરીને વાલમ બાપાને વ્યસનના પ્રતિક રૂપે ગણાવીને કોઈ પણ વ્યક્તિએ વ્યસનથી દૂર રહેવું જોઈએ તેવા સંદેશા સાથે હોલિકા દહનનો તહેવાર મનાવ્યો હતો. જેમાં નાના બાળકો અને મહિલાઓ પણ ખૂબ જ હોસભેર સામેલ થઈને સુર અને તાલના સંગાથે વાલમ બાપાની નનામી કાઢીને હોલિકા દહનનું પર્વ ખૂબ જ ખુશી સાથે મનાવ્યું હતુ.