જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા ઉત્સવ (ETV Bharat Gujarat) જૂનાગઢ :પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન શ્રી હરીને હિંડોળે ઝૂલાવવા માટે ખાસ હિંડોળા ઉત્સવનું આયોજન મોટા ભાગના મંદિરો અને દેવસ્થાનોમાં કરવાની સનાતન ધર્મ સંસ્કૃતિમાં એક વિશેષ પરંપરા જોવા મળતી હોય છે. આજથી 200 વર્ષ પૂર્વે વડતાલ ખાતે હરિભક્તોએ ભગવાન સ્વામીનારાયણને હિંડોળે ઝૂલાવીને સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ પરંપરાની શરૂઆત કરી હતી.
શ્રાવણ માસ અને હિંડોળા ઉત્સવ :શ્રાવણ માસ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણના જન્માષ્ટમીના તહેવારની ખૂબ જ આતુરતાપૂર્વક શ્રી હરિના ભક્તો રાહ જોતા હોય છે. આવા સમયે શ્રાવણ માસ દરમિયાન ભગવાનને હિંડોળે ઝૂલાવવાનું પણ એક ધાર્મિક મહત્વ છે, જેનો લાભ પણ શ્રી હરિના ભક્તો પ્રાપ્ત કરતા હોય છે.
કલાત્મક હિંડોળા (ETV Bharat Gujarat) સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજન : જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં પણ હિંડોળા ઉત્સવનું આયોજન થયું છે. જેમાં પણ શ્રી હરિના ભક્તો ભાગ લઈ રહ્યા છે. આજથી 200 વર્ષ પૂર્વે વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તોએ ભગવાન સ્વામિનારાયણને સ્વયમ હિંડોળે ઝૂલાવીને હિંડોળા ઉત્સવની શરૂઆત કરી હતી. આમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં હિંડોળા ઉત્સવની થઈ હતી.
કલાત્મક હિંડોળા : કેટલીક જગ્યા પર આ હિંડોળા ખૂબ જ કલાત્મક અને અવનવી ચીજ-વસ્તુઓની સાથે ખાદ્ય પદાર્થો અને સુકામેવામાંથી પણ બનાવવામાં આવતા હોય છે. તો કેટલીક જગ્યા પર અલંકાર કૃત હિંડોળા પણ બનાવવામાં આવતા હોય છે. જેમાં ભગવાન શ્રીહરિને હિંડોળે ઝૂલાવીને અનેરા ધાર્મિક ઉત્સવ ઉજવતા હોય છે.
સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજન (ETV Bharat Gujarat) હિંડોળા ઉત્સવની પરંપરા :જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણને હિંડોળે ઝુલાવવાનું એક અનોખું મહાત્મા જોવા મળે છે બિલકુલ તેવી જ રીતે આજથી 200 વર્ષ પૂર્વે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ હિંડોળા ઉત્સવની પરંપરા શરૂ થઈ હતી જેમાં શ્રી હરિ ના ભક્તોએ સ્વયંમ ભગવાન સ્વામિનારાયણને હિંડોળે ઝુલાવીને હિંડોળા ઉત્સવ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી તે પરંપરા આજે પણ સનાતન ધર્મમાં જોવા મળે છે.
- શ્રાવણ શુકલ બારસના દિવસે સોમનાથ મહાદેવને કરાયો પવિત્ર શણગાર
- જૂનાગઢમાં પાછલી 1 સદીથી જળવાઈ રહી છે રક્ષાબંધનની અનોખી પરંપરા