ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

ETV Bharat / state

પાટણ મામલતદાર કચેરીએ રાશન કાર્ડના E-KYC ન થતા લોકો પરેશાન, કચેરી અરજદારોથી ઉભરાઈ - Crowd of people for e KYC

પાટણ જિલ્લામાં સેવાસદન મામલતદાર કચેરી ખાતે આવેલ પુરવઠા શાખામાં રેશન કાર્ડનું E KYC કામ ચાલી રહ્યું છે. જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં અરજદારો-વિદ્યાર્થીઓની લાઈન લાગેલી જોવા મળી હતી. Crowd of people for e KYC

પાટણ મામલતદાર કચેરીએ રેશન કાર્ડના E-KYC ન થતા લોકોને હાલાકી
પાટણ મામલતદાર કચેરીએ રેશન કાર્ડના E-KYC ન થતા લોકોને હાલાકી (Etv Bharat Gujarat)

પાટણ: જિલ્લામાં E-KYC ને લઇને ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં KYC અર્થે આવતા ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે. પાટણ, હારીજ, સમી, રાધનપુર, સાંતલપુર સહિત જિલ્લામાં અનેક તાલુકામાં ભારે ભીડ યથાવત જોવા મળી રહી હતી.જેને લઇને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમજ નાના ભૂલકાઓ પણ દિવસ દરમિયાન ખાધા-પીધા વિના લાઇનોમાં ઊભા રહીને હેરાન પરેશાન થયા હતા. સર્વર ડાઉનનાં પ્રોબ્લેમને કારણે અવરજવર કરતા વિદ્યાર્થીઓ પરેશાન બન્યા હતા.

E-KYC માટે લાગી લાંબી લાઇનો: અત્યારે એકતરફ હાલ 2 દિવસથી અસહ્ય ઉકળાટ અને ગરમી પડી રહી છે. ત્યારે તાલુકા સેવા સદનમાં E-KYC માટે આવતા અરજદારોને ગરમીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે પુરવઠા શાખામાં અરજદારોની લાઈન લાગી હતી. ત્યાં પીવાના મીઠા પાણીની પણ કોઈ સુવિધા નહોતી. તાલુકા સેવા સદન ખાતે મુકાયેલા પાણીના કૂલરમાં પણ પીવાનું પાણી ખારું આવતું હોવાથી અરજદારો ભારે પરેશાન બન્યા હતા. શાખાના અધિકારી દ્વારા આવતા અરજદારો માટે મીઠા પીવાના પાણીની વ્યવસ્થા પણ નથી તે અંગે યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવું જણાવ્યું હતું.

પાટણ મામલતદાર કચેરીએ રેશન કાર્ડના E-KYC ન થતા લોકોને હાલાકી (Etv Bharat Gujarat)

પીવાના પાણીની પણ વ્યવસ્થા નહીં:એકતરફ અસહ્ય ગરમી અને ગરમી વચ્ચે પીવાના પાણીની વ્યવસ્થા ન હોવાથી અરજદારોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે યોગ્ય દિશામાં કાર્યવાહી કરવી જોઈએ. તેવું અરજદારોએ જણાવ્યું હતું. તેમજ અહીં વારંવાર સર્વર ડાઉન થઇ જતું હોવાથી અરજદારોને વારંવાર ધક્કા ખાવા પડ્યા હતા. આ બાબતે કાર્યવાહી કરવા અને અરજદારોને હાલાકીનો સામનો ન કરવો પડે તે દિશામાં કાર્યવાહી કરવાની અરજદારોની માંગ ઉઠી હતી. આ સાથે જ અરજદારોએ જણાવ્યું હતું કે, આ E-KYC ને પગલે તાલુકા સેવા સદનમાં સતત 3 દિવસ સુધી લાઇનોમાં ઉભા રહીને પરેશાન બન્યા છીએ. ત્યારે કલેક્ટર દ્વારા વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી અરજદારો સહિત વિદ્યાર્થીઓની માંગ ઉઠી હતી.

પુરવઠા શાખામાં રેશનિંગ કાર્ડનું E- KYC કામ ચાલું: પાટણ જિલ્લામાં સેવાસદન મામલતદાર કચેરી ખાતે આવેલ પુરવઠા શાખામાં રેશનિંગ કાર્ડનું E-KYC કામ ચાલી રહ્યું છે. જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં અરજદારો અને વિદ્યાર્થીઓની લાઈન લાગેલી જોવા મળી હતી. સમગ્ર પાટણ જિલ્લામાં E-KYCને લઇને ભારે ભીડ જોવા મળી હતી. જેમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં KYC માટે આવતા ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા હતા. પાટણ, હારીજ, સમી, રાધનપુર, સાંતલપુર સહિત જિલ્લામાં અનેક તાલુકામાં ભારે ભીડ યથાવત જોવા મળી હતી. જેને લઇને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમજ નાના ભૂલકાઓ પણ દિવસ દરમિયાન ખાધા પીધા વિના લાઇનોમાં ઊભા રહીને હેરાન પરેશાન થયા હતા.

આ પણ વાંચો:

  1. 'હું અમદાવાદનો રિક્ષાવાળો', ગરીબ દર્દીઓને આ રીતે મદદ કરી રહ્યાં છે સૈયદભાઈ - Ahmedabad rickshaw driver Syedbhai
  2. 'ગધામજૂરી કરાવે છે સરકાર', શિષ્યવૃત્તિમાં eKYCમાં સમસ્યાને લઈને શિક્ષક સંઘ થયું લાલઘૂમ - eKYC Problems in scholarship

ABOUT THE AUTHOR

...view details