કચ્છ: આજકાલ લોકો પ્રેમના ચક્કરમાં ન દેશ જોવે છે ન કોઈ ભેદ જોવે છે. પ્રેમમાં પાગલ લોકો એકબીજાના દેશની બોર્ડર ગેરકાયદેસર રીતે ક્રોસ કરતા હોવાના અનેક કિસ્સા જોયા છે. ત્યારે આજે કચ્છની બોર્ડર પર જમ્મુ-કાશ્મીરનો એક વ્યક્તિ તેની પાકિસ્તાની ગર્લફ્રેન્ડના એકતરફી પ્રેમમાં પાગલ યુવક તેને મળવા માટે સરહદ પાર કરવાનો પ્રયાસ કરતા પકડાયો હતો. જોકે પ્રાથમિક તપાસ બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો.
પાકિસ્તાનમાં રહેતી ગર્લફ્રેન્ડને મળવા મથામણ: જમ્મુ-કાશ્મીરનો એક વ્યક્તિ કચ્છ બોર્ડર પરથી ઝડપાયો હતો. જે યુવક ભારત-પાકિસ્તાન બોર્ડર ઓળંગીને પાકિસ્તાન જવાનો પ્લાન બનાવી રહ્યો હતો. તે પોતાની પાકિસ્તાનમાં રહેતી ગર્લફ્રેન્ડને મળવા માટે મથી રહ્યો હતો અને તેને મળવા માટેની તેની તીવ્ર ઈચ્છાએ તેને ભારત પાકિસ્તાન બોર્ડર કોર્સ કરવા માટે મજબૂર કર્યો હતો. બોર્ડર ક્રોસ કરતી વેળાએ તે BSFના જવાનોના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો.
પ્રેમી બોર્ડર ક્રોસ કરતા ઝડપાયો: કચ્છના ખાવડા ગામ પાસે ભારત પાકિસ્તાન બોર્ડર પાસેથી ઈમ્તિયાઝ શેખ નામનો શખ્સ સુરક્ષા એજન્સીઓના હાથે ઝડપાયો હતો. જે પાકિસ્તાનના પંજાબમાં રહેતી તેની કથિત ગર્લફ્રેન્ડને મળવા જવાના પ્લાન મુજબ બોર્ડર ક્રોસ કરી રહ્યો હતો. સુરક્ષા એજન્સી દ્વારા કરાયેલી પ્રાથમિક તપાસ બાદ કાઈ વાંધાજનક ના મળતા તેને મૂકી દેવામાં આવ્યા હોવાનું સુરક્ષા એજન્સીના સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.
પાકીસ્તાની મહિલા ડોક્ટરના પ્રેમમાં પાગલ: મૂળ કાશ્મીરનો 44 વર્ષનો ઈમ્તિયાઝ શેખે એમ.એડ. સુધીનો અભ્યાસ કર્યો છે. તેવું તેણે ખાવડા પોલીસ સ્ટેશનના સબ ઈન્પેક્ટર એમ.બી.ચાવડાને જણાવ્યું છે. ઈમ્તિયાઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ ઉપર પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુલતાનમાં રહેતી આલિયા શોએબ નામની એક મહિલા ડોક્ટરના એકતરફી પ્રેમમાં છે. એટલે તે કચ્છની બોર્ડર ક્રોસ કરીને તે આલિયાને મળવા માટે પાકિસ્તાન જવા માટે તે બોર્ડર ક્રોસ કરી રહ્યા હોવાનું તેણે કબુલ્યું હતું.
ઇમ્તિયાઝ કાશ્મીરથી ભુજ આવીને ખાવડા ગયો: મળતી વધુ માહિતી મુજબ ઇમ્તિયાઝ કાશ્મીરથી તે 11મી સપ્ટેમ્બરના રોજ દિલ્હી આવ્યો હતો. દિલ્હીથી તે ટ્રેન દ્વારા વડોદરા સુધી આવ્યો હતો. ત્યારબાદ તે વડોદરાથી અમદાવાદ થઈને ભુજ સુધી બસમાં આવ્યો હતો. ભુજમાં આવ્યા બાદ તે ભુજથી ખાવડા જતી બસમાં ખાવડા સુધી આવ્યો હતો. જ્યાં તેને સ્થાનિકે પૂછ્યું કે, અહીંથી પાકિસ્તાનમાં મુલતાન કેવી રીતે જઈ શકાશે. એટલે વાત પછી પોલીસ સુધી પહોંચી હતી. જ્યાં પ્રાથમિક પૂછપરછ બાદ કંઈ શંકાસ્પદ કે વાંધાજનક ન મળતા તેને છોડી દેવા આવ્યો હતો.
આ પણ વાંચો: