ગુજરાત

gujarat

ETV Bharat / state

ગિરનાર અને બેટ દ્વારકાને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી

ગિરનાર અને બેટ દ્વારકાને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જે મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

ગિરનાર અને બેટ દ્વારકાને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી
ગિરનાર અને બેટ દ્વારકાને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 25, 2024, 10:53 PM IST

અમદાવાદ: ગુજરાતના પવિત્ર તીર્થ ગણી શકાય એવા ગિરનાર અને બેટ દ્વારકાને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જે મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી:આ અંગેની સુનાવણી ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને પ્રણવ ત્રિવેદીની બેચમાં થઇ હતી. તેમણે કહ્યું કે, અગાઉ જૂનાગઢ કમિશનર દ્વારા જે પ્રકારે કોન્ટ્રાક્ટ અપાયો અને ભૂલો કરવામાં આવી છે. તે બદલ જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનરે માફી માંગવી જોઈએ. માફી માંગવી એ ભૂલ સુધારવાનું પ્રથમ પગલું છે. આ અંગેની સુનવણી દરમિયાન જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનરે કોર્ટમાં જણાવ્યું કે, પ્લાસ્ટિક નિકાલના યુનિટ પાસે જે જરૂરી મંજૂરીઓ ન્હોતી તે મેળવી લેવામાં આવી છે અને આવનારા દિવસોમાં રોજના 120 મેટ્રિક ટન પ્લાસ્ટિક કચરાને અલગ કરી શકે તેવી મશીન વસાવવામાં આવશે. તે અંગે માહિતી આપી હતી.

મહાનગરપાલિકા અને નગરપાલિકાને સૂચનો અપાયા: સુનવણી દરમિયાન સ્ટેટ મોનેટરીંગ કમિટીની એફિડેવિટમાં જણાવવામાં આવ્યું હતું કે, JMCની મીટીંગ 25 સપ્ટેમ્બર અને 23 ઓક્ટોબરના રોજ થઈ હતી. જેમાં પ્લાસ્ટિક નિકાલના નિયમો અંતર્ગત યોગ્ય સ્ટોરેજ અને નિકાલની વ્યવસ્થા કરવા માટે મહાનગરપાલિકા અને નગરપાલિકાને સૂચનો અપાયા હતા. તેમાં વધુ જણાવવામાં આવ્યું હતું કે, 621 એજન્સીઓનું લિસ્ટ અમારી પાસે છે જેમાંથી લોકલ ઓથોરિટીએ પ્લાસ્ટિક નિકાલ કરનારી એજન્સી સાથે MOU કરવા જણાવ્યું છે અને આ જે અંગે કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટીમાં સ્વચ્છ ભારત મિશનના ડાયરેક્ટર પણ આ કમિટીના મેમ્બર છે.

GPCB એ પ્લાસ્ટિક કચરાના નિકાલનો સમગ્ર ડેટા મંગાવ્યો:બીજી તરફ પંચાયત સેક્રેટરીની એફિડેવિટમાં જણાવવામાં આવ્યું કે, ગુજરાત રાજ્યમાં 33 જિલ્લા પંચાયત અને 18 હજાર ગ્રામ પંચાયતો આવેલી છે. જેમાંથી લઇને દરેક ગ્રામ પંચાયત પાસેથી જિલ્લા પંચાયતે પ્લાસ્ટિક નિકાલની માહિતી મેળવીને સ્ટેટ મોનિટરીંગ કમિટી સમક્ષ મુકાશે. ગુજરાત હાઇકોર્ટે GPCBને પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ માટે SOP બનાવવા માટે કહ્યું હતું. GPCB એ તમામ ઓથોરિટી પાસેથી પ્લાસ્ટિક કચરાના નિકાલનો સમગ્ર ડેટા મંગાવ્યો હતો.

એફિડેવિટમાં પૂરતી માહિતી કે MOU દસ્તાવેજો ન્હોતા: જે અંગે ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસરની પ્લાસ્ટિક અંગેની એફિડેવિટમાં પૂરતી માહિતી કે MOU દસ્તાવેજો ન્હોતા. ત્યારે હાઇકોર્ટમાં જજોની બેચે જણાવ્યું કે, જ્યારે નગર પાલિકા પાસે પેપર્સ નહોતા ત્યારે એફિડેવિટ કેમ ફાઇલ કરવામાં આવી? તેમ ગુસ્સામાં સવાલ કર્યો હતો. જે મામલે હાઇકોર્ટે ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસરને ખુલાસો આપવાનું જણાવ્યું હતું. કેસની સુનવણી પછી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાખવામાં આવશે. સમગ્ર મુદ્દે કોર્ટે સરકારને પ્રશ્ન કર્યો કે, 2016માં કમિટીની રચના થઈ હતી. ત્યારે અત્યાર સુધી કમિટીએ શું કાર્ય કર્યું છે? શા માટે કોર્ટને કમિટી દ્વારા કરવાના કાર્ય અંગે પૂછવું પડે છે?, શું કમિટી ફક્ત પેપર ઉપર જ છે?. કમિટીનું કામ ફક્ત પોલિસી બનાવવાનું નહીં પરંતુ મોનિટરિંગ કરવાનું પણ હોય છે? શું આજ સુધી કમિટીએ કચરાના નિકાલ અંગે કોઈ રિપોર્ટ મંગાવ્યો છે?

અધિકારીઓનો બચાવ કરવામાં આવે છે: રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, 2 ડિસેમ્બર 2016 ના રોજ ઠરાવ દ્વારા સ્ટેટ લેવલ કમિટીની રચના કરવામાં આવી હતી અને 25 સપ્ટેમ્બર 2024 ના રોજ પણ એક સ્ટેટ લેવલ કમિટી મીટીંગ કરવામાં આવી હતી. પ્રિન્સિપલ સિક્યુરિટી આ કમિટીના હેડ છે. તદુપરાંત જુદી જુદી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર મેમ્બર હોય છે. સરકારી વકીલે આ કમિટી અંગે જણાવ્યું હતું કે આ મોનિટરિંગ કમિટીની બેઠક 6 મહિનામાં એક વખત રાખવામાં આવે છે. આના પર હાઇકોર્ટે જણાવ્યું હતું કે, કમિટીએ 6 મહિનામાં એક વખત રિપોર્ટ મંંગાવવી જોઇએ. મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તેમના મેમ્બર હોવા છતાં તેમણે પ્લાસ્ટિકના કચરા અંગે નિયમોની ખબર ન્હોતી. જાહેર હિતમાં અરજી આવે તેમાં અધિકારીઓનો બચાવ કરવામાં આવે છે.

આ પણ વાંચો:

  1. અમદાવાદ: નકલી જજની વધુ એક કરતૂત સામે આવી, AMCની 5 જમીનના કેસના ચૂકાદા આપી દિધા
  2. "BRTS માં મુસાફરી જાન-માલનું નુકસાન છે" બસમાં આગ મામલે શહેઝાદ ખાન પઠાણના AMC પર આક્ષેપ

ABOUT THE AUTHOR

...view details