નવસારીમાં હર્ષ સંઘવી (Etv Bharat Gujarat) નવસારીઃરાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી આજે દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે. જેમાં સૌ પ્રથમ વલસાડના અલગ અલગ ગણેશ મંડળોની મુલાકાત લીધા બાદ બપોરે હર્ષ સંઘવી નવસારીના ચીખલી તાલુકામાં આવેલા મજી ગામના રાજાના દર્શને આવી પહોંચ્યા હતા. જ્યાં ભાજપના ધારાસભ્ય સાંસદ સહિતના કાર્યકરોને મળીને તેમણે ગણેશજીના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન તેમણે ગુજરાતમાં અસામાજિક તત્વોને સાનમાં સમજી જવાની ટકોર પણ કરી હતી.
નવસારી પહોંચ્યા હર્ષ સંઘવી (Etv Bharat Gujarat) યુવાનોને ગેરમાર્ગે ના દોરાવા સંઘવીની ટકોરઃ નવસારીના હાઇવે નંબર 48 પાસે આવેલા મજીગામના રાજા ગણપતિના દર્શન કર્યા બાદ ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગણેશ સ્થાપન એક માત્ર તહેવાર નથી પરંતુ અનેક વેપારીઓ માટે વેપાર અપાવતો અવસર છે. રાજ્યના યુવાનો કોઈપણ ગેરમાર્ગે ન દોરાઈને દેશ અને રાષ્ટ્રના કામમાં આવે સાથે જ રાજ્યમાં ડ્રગ્સ સહિતની લડાઈમાં સૌ નાગરિકોએ સહભાગી થવા અપીલ કરી હતી. યુવાનોને ડ્રગ્સના માર્ગેથી દૂર કરી તેમના પરિવારે પણ સહયોગ આપવો જોઈએ, જો આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ.
નવસારીમાં હર્ષ સંઘવી (Etv Bharat Gujarat) સુરતની ઘટના બાદ ગુજરાતની પ્રજા શાંતિ પ્રિય છે, માટે ગૃહ મંત્રીએ વિઘ્ન પહોંચાડનારાઓને સાનમાં સમજી જવાનો સંદેશ આપ્યો હતો, કાયદો કાયદાનું કામ કરે છે સાથે જ જે રાજ્યમાં કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે તેવું સૂચક નિવેદન આપીને તોફાની તત્વોને સંદેશો આપ્યો હતો.
નવસારી પહોંચ્યા હર્ષ સંઘવી (Etv Bharat Gujarat) ચીખલીના મજીગામ ખાતે આવેલા ગણેશ પણ મંડળની મુલાકાત લીધા બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પૂર્વ મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલના નિવાસ્થાન ખાતે જઈને અલ્પાહાર લીધો હતો. ગૃહ મંત્રી સાથે વલસાડના સાંસદ અને લોકસભા દંડક ધવલ પટેલ પણ જોડાયા હતા.
- ખાદ્યતેલોના ભાવમાં ઉલટી ગંગા: સીંગતેલના ભાવમાં થયો ઘટાડો, જ્યારે અન્ય તેલમાં વધારો જાણો નવો ભાવ... - The prices of castor oil decrease
- જામનગરમાં પ્રસાદ ખાધા બાદ 100 જેટલાં બાળકોને ફૂડ પોઈઝનિંગ, જીજી હોસ્પિટલના બાળકોના વિભાગમાં બેડ ઓછા પડ્યા - Food poisoning in jamanagar