ભાવનગર : ભગવાન જગન્નાથ દરવર્ષે નગરચર્યાએ નીકળે ત્યારે ટીપટોપ લુક હોવો જોઈએ ને ? મિત્રો, આપણે પણ ઠાઠમાઠથી તૈયાર થઈને ફરવા જઈએ છે. ભગવાનને તૈયાર કરવા માટે તેમના વાઘા અને સાફો હંમેશા આકર્ષણનું કેન્દ્ર હોય છે. ભાવનગર શહેરની એક મહિલાના સાફા અને એક પુરુષના બનાવેલા વાઘા પહેરીને છેલ્લા 30 વર્ષથી ભગવાન નગરચર્યાએ નીકળે છે. ભાવનગરના આ હરિભક્તોએ પોતાનું જીવન ભગવાનની સેવામાં અર્પણ કર્યું છે.
- સુંદર વાઘા બનાવતા હરિભક્ત હરજીવનદાસ
ભાવનગરની રથયાત્રામાં ભગવાન જગન્નાથને પહેરાવાના વાઘા બનાવવાનું કામ હરજીવનભાઈ દાણીધરીયા છેલ્લા 35 વર્ષથી કરી રહ્યા છે. BSNL માં ફરજ નિભાવી નિવૃત બનેલા હરજીવનભાઈ આ કામ સેવાના ભાવે કરે છે. નવીન વાત એ છે કે તેઓ દરજી સમાજ નહીં પણ સાધુ સમાજમાંથી આવે છે. તેમના પિતા પણ નોકરીયાત હતા. હરજીવનદાસે જણાવ્યું કે, લગભગ 30-35 વર્ષથી વાઘા તૈયાર કરું છું. જેનું મટીરીયલ લોકો આપે છે, હું કોઈ લેબર છે મજૂરી ચાર્જ લેતા નથી. આ કામ સેવાના ભાવથી કરીએ છીએ. આ સિવાય ભાવનગર, નારી, સોનગઢ અને પાંચવડાના ઘણા મંદિરમાં સેવા આપુ છું.
હરજીવનદાસે વધુમાં કહ્યું કે, હરિદ્વાર કે વૃંદાવન ગયા હોય તો એ લોકો ત્યાંથી લાવી દે તો તેના પણ વાઘા સેવા માટે તૈયાર કરું છું. પહેલા હું ધંધાકીય સીવણ કરતો, પણ મારી પાસે સરકારની નોકરી છે, એટલે આ ભગવાનના વાઘાનું સેવાનું કામ શરૂ કર્યું . મારા બા સંચાનું કામ અને સિલાઈ કામ કરતા. તેમણે મને સીધું સીધું જેટલું કામ હોય એવું મને શીખવા આપ્યું અને હું ધીરે ધીરે શીખી ગયો. મેં કોઈ ક્લાસ કર્યા નથી. પોતાની સૂઝબૂઝથી જ સીવણ શીખ્યો છું.
- ભગવાનનો તાજ તૈયાર કરતા પ્રફુલ્લાબેન