ગુજરાત

gujarat

ETV Bharat / state

હારીજ-ચાણસ્મા હાઇવે પાસે ઇકો અને ટ્રેલર વચ્ચે અકસ્માત, 2 લોકોના મોત અને 7 ઇજાગ્રસ્ત - accident between Echo and trailer - ACCIDENT BETWEEN ECHO AND TRAILER

હારીજ- ચાણસ્મા હાઇવે પાસે આવેલ ખોડલ હોટલ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રેલર અને ઇકો કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થતા ભયાનક અકસ્માત થયો હતો. જેમાં 2 લોકોના મોત અને 7 ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાયા હતા.accident between Echo and trailer

હારીજ- ચાણસ્મા હાઇવે પાસે ઇકો અને ટ્રેલર વચ્ચે અકસ્માત
હારીજ- ચાણસ્મા હાઇવે પાસે ઇકો અને ટ્રેલર વચ્ચે અકસ્માત (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 1, 2024, 9:09 PM IST

પાટણ:હારીજ- ચાણસ્મા હાઇવે પાસે આવેલ ખોડલ હોટલ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રેલર અને ઇકો કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થતા ભયાનક અકસ્માત થયો હતો.

આ અકસ્માતમાં ઇકો ગાડીમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને 7 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

હારીજ- ચાણસ્મા હાઇવે પાસે ઇકો અને ટ્રેલર વચ્ચે અકસ્માત (Etv Bharat gujarat)

ઇકો કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત

આ અકસ્માત થતા ઘટના સ્થળે સ્થાનિક લોકોની ભીડ જામી ગઇ હતી. સ્થાનિક લોકોએ 7 ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. ઘટના સ્થળે 2 લોકોના મોત થતા તેમના પીએમ માટે હારીજ સરકારી હોસ્પિટલ ખાતે તેમને ખસેડવામાં આવ્યા હતા. હારીજ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો:

  1. અંકલેશ્વરની સબ જેલમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સઘન ચેકિંગ, 5 મોબાઇલ મળ્યા - 5 mobiles found in sub jail
  2. મહેસાણામાં સગીરા પર દુષ્કર્મના કેસમાં 4 આરોપીની ધરપકડ, ગેસ્ટ હાઉસ સંચાલક ફરાર - Rape with minor Mehsana case

ABOUT THE AUTHOR

...view details