હનુમાન જયંતિએ દાદાના દર્શને ભક્તોનો પ્રવાહ જુનાગઢ : આજે હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે વહેલી સવારથી જ ભવનાથની ગીરી તળેટીમાં આવેલા લંબે હનુમાનજી મંદિર ખાતે મોટી સંખ્યામાં હનુમાન ભક્તોએ હનુમાનજી દાદાના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી. હનુમાન જયંતિને લઈને ખાસ મહારાષ્ટ્રથી પણ ખુબ મોટી સંખ્યામાં ભક્તો લંબે હનુમાન દાદાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે.
મહારાષ્ટ્રથી દર્શન કરવા આવતાં ભક્તો હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય દિવસ :ચૈત્ર સુદ પૂનમ એટલે કે આજે હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય દિવસ મનાવવામાં આવી રહ્યો છે. ભવનાથની ગીરી તળેટીમાં આવેલા અતિ પ્રાચીન એવા લંબે હનુમાનજી મંદિરે વહેલી સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં હનુમાનદાદાના ભક્તોએ હાજરી આપીને હનુમાનજી પ્રાગટ્ય મહોત્સવની ધાર્મિક આસ્થા અને ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી. અતિ પ્રાચીન એવું લંબે હનુમાનજી મંદિર ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર પણ બને છે. ત્યારે આજે હનુમાનજીના પ્રાગટ્ય દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમોમાં પણ મોટી સંખ્યામાં ભક્તો હાજર રહીને હનુમાનજી મહારાજની કૃપા પ્રાપ્ત કરશે.
દિવસ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો : હનુમાનજી પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે આજે લંબે હનુમાન મંદિરે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં હનુમાનજી મહારાજના અભિષેકની સાથે પૂજા અને મહા આરતીની સાથે હનુમાનજી દાદાના દર્શન કરવા માટે આવેલા તમામ ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા પણ દિવસ દરમિયાન સતત કરવામાં આવશે. આજના દિવસે હનુમાનજી મહારાજને ગંગાજળ અને પંચામૃતથી વિશેષ અભિષેક કરાઈ રહ્યો છે. આ પૂજા વિધિ દિવસ દરમિયાન વિવિધ પહોરમાં હાથ ધરવામાં આવશે જેમાં પંડિતો દ્વારા ધાર્મિક વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે હનુમાનજી મહારાજના અભિષેક પૂજા અને મહા આરતી દ્વારા હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય દિવસ મનાવવામાં આવશે.
મરાઠી પરિવારોની વિશેષ હાજરી : હનુમાનજી પ્રાગટ્ય મહોત્સવ દિવસે મરાઠી પરિવારોની વિશેષ હાજરી ભવનાથમાં જોવા મળતી હોય છે. પાછલા ઘણા વર્ષોથી ચૈત્રી સુદ પૂનમના દિવસે લંબે હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે મહારાષ્ટ્રથી પણ ખૂબ મોટી સંખ્યામાં હનુમાનદાદાના ભક્તો આવી રહ્યા છે. આજે વહેલી સવારથી જ મરાઠી પરિવારો પણ દાદાના ચરણોમાં તેમનું શિષ ઝુકાવીને હનુમાનજી પ્રાગટ્ય દિવસની ધાર્મિક ઉજવણી કરવાની સાથે હનુમાનદાદા તેમના પરિવારનુ રક્ષણ કરે તે માટેની પ્રાર્થના પણ કરી રહ્યા છે.
- લંબે હનુમાનજીને 21 હજાર લાડુનો ભોગ ધરાવાશે, હનુમાન જયંતી નિમિત્તે ખાસ આયોજન - Hanuman Jayanti 2024
- Hanuman Jayanti 2023 : લંબે હનુમાન મંદિરે મહારાષ્ટ્રમાંથી ભક્તોની સતત આવક