અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસની આગાહી કરતા જણાવવામાં આવ્યું હતું કે, આવતીકાલથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઘટી જશે. જેની અસર ગઈકાલથી જ અમદાવાદ શહેરમાં વર્તાવાની શરૂઆત થઈ ચુકી હતી. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 44.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે પણ હવામાન વિભાગ દ્વારા મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે, મહત્તમ તાપમાન ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતાઓ છે. આવતીકાલથી રાજ્યભરના વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાન ઘટતા ગરમીનું જોર ઓછું થશે.
રાજ્યના અનેક જિલ્લામાં યલો એલર્ટ, ગરમીનું જોર ઘટશે, 5 દિવસ વરસાદની કોઈ વકી નહીં - Gujarat Weather Update - GUJARAT WEATHER UPDATE
ગુજરાત રાજ્ય પર હાલમાં પશ્ચિમ તથા ઉત્તરપશ્ચિમ દિશા તરફથી પવનો ફુંકાઈ રહ્યા છે, તેને કારણે તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. આવતીકાલથી હજુ પણ તાપમાન ઘટે તેવી શક્યતાઓ છે.
Published : May 26, 2024, 7:49 PM IST
તાપમાનમાં આંશિક ઘટાડો: ગુજરાત રાજ્ય પર હાલમાં પશ્ચિમ તથા ઉત્તરપશ્ચિમ દિશા તરફથી પવનો ફુંકાઈ રહ્યા છે, તેને કારણે તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે આવતીકાલથી હજુ પણ તાપમાન ઘટે તેવી શક્યતાઓ છે. આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેરના તાપમાનમાં ઘટાડો અનુભવાયો છે, જ્યારે રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન 30.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, ત્યારબાદ ધીમે-ધીમે તાપમાનમાં વધારો થયો હતો. સવારે 8:00 વાગ્યા સુધીમાં તે 31 ડિગ્રી ત્યારબાદ સવારે 10:00 વાગ્યે તાપમાનમાં વધારો થઈને 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પહોંચ્યું હતું.
પાંચ દિવસ દરમિયાન દરિયામાં થતું હલનચલન:આવા સમયમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં દરિયાકિનારે માછીમારીનું કામ કરતાં માછીમારો માટે તારીખ 26 મે થી લઈને 30 મે સુધી ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આ પાંચ દિવસ દરમિયાન ગુજરાતનાં દરિયામાં થતાં હલનચલનને કારણે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે અને તેનાથી માછીમારોએ કેવા પ્રકારની તકેદારી રાખવી તે માટેની નોંધ બહાર પાડવામાં આવી છે.