અમદાવાદ :દેશભરમાં ચોમાસાની ઋતુ સમાપ્ત થવાના આરે છે. સામાન્ય રીતે જૂન-જુલાઇથી શરૂ થતી ચોમાસાની ઋતુ સપ્ટેમ્બર મહિનામાં સમાપ્ત થાય છે. જોકે હાલ સપ્ટેમ્બર મહિનો સમાપ્ત થઈ ગયો છે અને ઓક્ટોબર મહિનાની શરૂઆત થઈને મધ્ય સુધી પહોંચવામાં આવ્યો છે. જોકે આ દરમિયાન વરસાદની સંભાવના નહિવત હોવી જોઈએ, પરંતુ મળતી માહિતી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવના છે.
19 ઓક્ટોબર માટે હવામાન વિભાગની આગાહી:ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 19 ઓક્ટોબર એટલે કે આજ રોજ ગુજરાતનાં અમુક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ જિલ્લાઓમાં ઉત્તર ગુજરાત પ્રદેશ એટલે કે પંચમહાલ અને દાહોદ; દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં જેમ કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં; સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં 25 ટકા કે તેથી ઓછો વરસાદ થવાની સંભાવના છે.
20 ઓક્ટોબર માટે હવામાન વિભાગની આગાહી:20 ઓક્ટોબરના રોજ વરસાદની આગાહી વાળા જિલ્લાઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી શકે છે. જ્યારે અહીં પણ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ એટલે કે 25 ટકા કે તેથી ઓછો વરસાદ થવાની સંભાવના છે. આ જિલ્લાઓ ઉત્તર ગુજરાત પ્રદેશ એટલે કે પંચમહાલ અને દાહોદ; દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ જેમ કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં; સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવનો સમાવેશ થાય છે.