અમદાવાદ:ગુજરાતમાં મેઘરજ માં મુકેને વરસી રહ્યા છે. ઠેર ઠેર ભારે વરસાદ વરસતા સમગ્ર રાજ્યમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ રહી છે. ભારે તેમજ અતિ ભારે વરસાદને પરિમાણે નદી, રસ્તાઓ જામ થઈ ગયા છે. જેને પરિણામે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.
ગુજરાતમાં રેડ એલર્ટ, જાણો શું કહે છે હવામાન વિભાગ ક્યાં છે ભારે વરસાદની આગાહી - gujarat weather forecast - GUJARAT WEATHER FORECAST
ગુજરાતમાં ચોમાસાની ઋતુ પૂજજોરમાં ચાલી રહી છે. એટલું જ નહીં પરંતુ રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઇ રહી છે. ઠેર ઠેર પાણી ભરાઈ જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો એ સમયે ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસ દરમિયાન રેડ એલર્ટ જાહેર કરેલ છે. તેમના અનુસાર રાજ્યમાં લગભગ 8 ઇંચ વરસાદ ઠવાઈ સંભાવના છે. જાણો. gujarat weather forecast
Published : Jul 22, 2024, 10:56 PM IST
|Updated : Jul 22, 2024, 11:06 PM IST
સાત જિલ્લાઓમાં રેડ એલર્ટ: આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલ અનુમાન અનુસાર રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે એલર્ટ કરેલ વિસ્તારોમાં ભારે તેમજ અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાં વિભાગ અનુસાર આજરોજ એટલે કે 23 જુલાઇએ રાજ્યના સાત જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.
8.05 ઇંચ વરસાદ થવાનું પૂર્વનુમાન:ભારતીય હવામાન વિભાગ દ્વારા 24 જુલાઇએ પણ રેડ એલર આપવામાં આવ્યું છે. જેમાં પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. જેમાં અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. રેડ એલર કરવામાં આવેલ આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગના સંદજ અનુસાર અત્યંત ભારે વરસાદ એટલે કે 204.5 મિલીમીટર (8.05) ઇંચ વરસાદ થવાનું પૂર્વનુમાન છે.