હૈદરાબાદ:રાજ્યમાં શિયાળાની ઋતુ શરૂ થઈને એક મહિનો પૂર્ણ થઈ ગયો છે ઉપરાંત શિયાળાનો બીજો મહિનો એટલે કે, ડિસેમ્બરનું ત્રીજું અઠવાડિયું શરૂ થઈ ગયું છે. આ દરમિયાન વાતાવરણ કેવું રહેશે તે માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા ડેટા બહાર પાડવામાં આવ્યો છે. આ ડેટા અનુસાર રાજ્યમાં ગયા અઠવાડિયા કરતાં હવામાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. જોકે આંશિક ઠંડીનું પ્રમાણ રહેવાની સંભાવના છે.
અહીં જાણવા જેવી બાબત એ છે કે, રાજ્યમાં ઠંડી યથાવત રહી છે. જ્યારે ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધતાં ત્યાનાં ઠંડા પવન ગુજરાત તરફ આવી રહ્યા છે. જ્યારે મોટા ભાગના જિલ્લાઓમાં 11 થી 14 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે.
આગામી 6 દિવસ ડિસેમ્બરમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન કેવું રહેશે, ચાલો જાણીએ...
શિયાળામાં આગામી અઠવાડિયું કેવું રહેશે ઠંડીનું પ્રમાણ ? (Etv Bharat Gujarat) આમ, IMD અનુસાર ડિસેમ્બરના આગામી 6 દિવસમાં મહત્તમ તાપમાન 29 સેલ્સિયસ રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન 14 સેલ્સિયસ રહેશે. આ દરમિયાન આકાશ સ્વચ્છ રહેશે. અહીં નોંધનીય બાબત એ છે કે, ડિસેમ્બરના શરૂઆતમાં એટલે કે પહેલા અને બીજા અઠવાડિયામાં મહત્તમ તાપમાન 31 અને 30 સેલ્સિયસ હતું જ્યારે લઘુત્તમ તાપમાન 16 અને 14 સેલ્સિયસ હતું. જ્યારે આ અઠવાડિયામાં મહત્તમ તાપમાન 29 રહેશે અને લઘુત્તમ તાપમાન 14 રહેશે. આ ડેટા દર્શાવે છે કે આ અઠવાડિયામાં તાપમાનમાં આંશિક ફેરફાર જ થશે. જોકે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે.
શું ગુજરાતમાં વરસાદ થશે:વરસાદની વાત કરી તો ગુજરાતમાં વરસાદની સંભાવના નહિવત છે. પરંતુ તમિલનાડુમાં 17 અને 18 ડિસેમ્બરે ભારે વરસાદની સંભાવના છે. જ્યારે કેરળ અને દરિયા કિનારેના આંધ્ર પ્રદેશમાં 17 અને 18 ડિસેમ્બરે અમુક જગ્યાએ વરસાદની સંભાવના છે.
16 ડિસેમ્બરે કચ્છ અને સૌરાષ્ટ્રમાં શીત લહેરની ચેતવણી (IMD) તમને જણાવી દઈએ કે, IMD દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં 16 ડિસેમ્બર માટે કોલ્ડ વેવ વોર્નિંગ આપવામાં આવી છે.
આ પણ વાંચો:
- કચ્છના નલિયામાં કેમ પડે છે સૌથી વધુ ઠંડી ? શિયાળા દરમિયાન રાજ્યનું સૌથી ઓછું તાપમાન કેમ નોંધાઈ છે ?
- રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર, જાણો આગામી દિવસોમાં કેટલું રહેશે તાપમાન