સુરતઃ સુરતના ગણેશ પંડાલમાં ગઈકાલે એટલે કે, રવિવારે રાત્રે પથ્થરમારાની ઘટના સામે આવી છે. પોલીસ પ્રશાસને મામલાને ગંભીરતાથી લીધો અને કેસ નોંધ્યો અને 6 લોકોની ધરપકડ કરી. પથ્થરમારાને પગલે શહેરમાં તંગદિલી જોવા મળી હતી. પરિસ્થિતિને જોતા શહેરમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એએનઆઈ સાથે વાત કરતા જણાવ્યું કે આ મામલે કુલ 27 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, અસામાજીક તત્વોએ ગઈકાલે (રવિવારે) રાત્રે સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. જેનાથી હિંદુ સંગઠનો નારાજ થયા હતા. થોડી જ વારમાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. જેના કારણે વિસ્તારમાં તંગદિલી સર્જાઈ હતી. પરિસ્થિતિને જોતા પોલીસ પ્રશાસને પણ ચાર્જ સંભાળી લીધો હતો અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની પૂછપરછ કરીને આ ષડયંત્રનો પર્દાફાશ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ષડયંત્ર કોણે ઘડ્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આમાં કોણ કોણ સામેલ છે જેઓ સમાજમાં શાંતિ ડહોળવા માંગે છે?
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન