અમદાવાદ: ગુજરાત પોલીસ વિભાગમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર કેડરની તથા લોકરકક્ષક કેડરની 12 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. જોકે ભરતી પ્રક્રિયા માટે શારીરિક કસોટી ક્યારે લેવાશે તેને લઈને લાંબા સમયથી ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા. ભરતીની શારીરિક કસોટીને લઈને હવે જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, આગામી જાન્યુઆરી 2025ના બીજા સપ્તાહમાં બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતીની શારીરિક કસોટી યોજાશે. આ અંગે લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઈટ પર માહિતી આપવામાં આવી છે.
પોલીસ ભરતીની શારીરિક કસોટી બાબતે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ X ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઈટ પરની માહિતીને પોતાની પોસ્ટમાં મૂકી છે. તેમણે લખ્યું, GPRB/202324/1 ની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરીક કસોટી સંભવીત જાન્યુઆરી-૨૦૨૫ના બીજા સપ્તાહમાં યોજવામાં આવનાર છે.