લોકરક્ષક દળ અને PSIની ભરતી માટે 4 દિવસમાં 1.55 લાખ ફોર્મ ભરાયા ગાંધીનગરઃ ગુજરાત પોલીસમાં સબ ઈન્સ્પેક્ટર કેડર સહિતની 12,472 જગ્યાઓ માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. ઓજસ વેબસાઈટ પર 4 દિવસમાં 1.55 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેમાંથી 1.18 લાખ અરજી કન્ફર્મ થઈ છે. આ આંકડા પરથી કહી શકાય કે 12,472 જગ્યા માટે દૈનિક સરેરાશ 20,000થી વધુ અરજીઓ કન્ફર્મ થઈ રહી છે. જો આ જ ઝડપે ઉમેદવારો અરજી કરે તો અરજીનો સમય પૂર્ણ થાય ત્યારે અંદાજિત 7.50 લાખ અરજીઓ આવી શકે તેવી સંભાવના છે. ગત વર્ષે જ્યારે લોકરક્ષક ભરતીની જાહેરાત કરી હતી ત્યારે લગભગ 8.50 લાખ અરજીઓ આવી હતી. અંદાજિત ચારેક લાખ જેટલી અરજીઓ પીએસઆઈમાં આવી હતી.
ધો.12ની માર્કશીટ અનુસાર નામ ગણાશેઃ આ વખતે પોલીસ ભરતી બોર્ડ દ્વારા બારમા ધોરણની માર્કશીટ અનુસાર નામ લખવાનું નક્કી કરાયું છે. તેથી, ડુબલીકેટ અરજીઓ ઓછી થશે. આ વખતે અંદાજિત દસેક લાખ અરજી થવાનું અનુમાન છે. અંતિમ સમયે મોટી સંખ્યામાં અરજીઓ થતી હોવાને કારણે ટેકનિકલ સમસ્યા ઊભી થાય છે. ગત અરજી સમયે પણ અંતિમ દિવસોમાં ફરિયાદ આવી હતી કે ફોર્મ અપલોડ થતું નથી. છેલ્લા 3 દિવસ ખૂબ જ ભીડ રહી હતી. કેટલાક ઉમેદવારો ફોર્મ ભરવાથી રહી ગયા હતા. તેથી આ વખતે ઉમેદવારે ઝડપથી પોતાની અરજી કરી દેવા અપીલ કરવામાં આવી છે.
લોકરક્ષક દળ અને PSIની ભરતી માટે 4 દિવસમાં 1.55 લાખ ફોર્મ ભરાયા વધુ ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશેઃ ગત ભરતી પરીક્ષા વખતે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હતા. તેમાં વધારો કરવામાં આવ્યો છે. આ વખતે ઉમેદવારે પોતાની ધોરણ 12ની માર્કશીટ પણ અપલોડ કરવાની છે. તેથી અંતિમ દિવસે વેબસાઈટમાં ટેકનિકલ ખામી આવવાની સંભાવના છે. કોમ્પ્યુટર અને સર્વર પર વધુ લોડ પડવાની સંભાવના છે. તેથી, ઉમેદવારો વહેલી તકે ફોર્મ ભરી દેવા અપીલ કરવામાં આવી છે. ઉમેદવારો માટે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. ઉમેદવારોની સમસ્યા અંગે વીડિયોના માધ્યમથી સમજ આપવામાં આવી રહી છે.
પરીક્ષાના નિયમોનો ભંગ નહીંઃ જીપીએસસીમાં છેલ્લા વર્ષમાં જે ઉમેદવારોએ પરીક્ષા આપી હોય અથવા આપવાના હોય તેવા ઉમેદવારો આમાં અરજી કરી શકે છે. જીપીએસસીમાં 13 જેટલી પરીક્ષાઓના નિયમમાં એવી જોગવાઈ છેકે છેલ્લા વર્ષમાં જે લોકો ભણતા હોય તેવો પરીક્ષા આપવા માંગતા હોય તો અરજી કરી શકે છે. જો કે પોલીસ ભરતી પરીક્ષા નિયમોમાં એવો કોઈ નિયમ નથી. તેથી આ કિસ્સામાં પરીક્ષા નિયમોનો ભંગ કરીને ઉમેદવારોને તક આપી શકે નહીં.
ઉમેદવારો બારમાની અથવા સ્નાતકની પરીક્ષા પૂર્ણ કરે અને પાસ થઈ ગયા હોય તેવા ઉમેદવારો વંચિત ન રહી જાય તેમને તક આપવામાં આવશે. ચોમાસા પછી શારીરિક કસોટી લેવાની છે. તે પહેલા આવા ઉમેદવારોને તક આપવામાં આવશે...હસમુખ પટેલ(ચેરમેન, પોલીસ ભરતી બોર્ડ)
- Hasmukh Patel: પોલીસ બોર્ડના અધ્યક્ષ તરીકે હસમુખ પટેલની નિમણૂક, હવે સરકાર ભરતીની જાહેરાત કરશે
- Rajkot News : પોલીસ ભરતીની ફિઝિકલ પરીક્ષાને લઈને ગૃહપ્રધાને આપ્યા સંકેત, સપ્ટેમ્બર પછીનું આયોજન