ગાંધીનગર: લોકસભાની ચૂંટણી પૂર્વે રાજ્યમાં મોટા પાયે પોલીસ વિભાગમાં બદલીઓ થઈ હતી, ત્યારે ચૂંટણીઓ પૂર્ણ થતાં પોલીસ વિભાગમાંથી ફરી એકવાર બદલીનો દૌર જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત 9 બિનહથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. આ તમામ 8 પોલીસ સબ ઈન્સ્પેક્ટરની સ્ટેટ મોનીટરીંગ સેલમાં બદલી કરવામાં આવી છે.
પોલીસ વિભાગમાં બદલી, 9 બિનહથિયારી PSIની સ્ટેટ મોનીટરીંગ સેલમાં બદલી - Police sub inspector transfer - POLICE SUB INSPECTOR TRANSFER
ચૂંટણી પૂર્ણ થતાં ફરી એકવાર પોલીસ વિભાગમાં બદલીનો દૌર જોવા મળ્યો છે. રાજ્યમાં 9 જેટલાં બિનહથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. 8 Police sub inspector transfer
ગુજરાત પોલીસ (Etv Bharat Gujarat)
Published : Jun 14, 2024, 11:14 AM IST
બદલી કરાયેલા પોલીસ સબ ઈન્સપેક્ટર
ક્રમ | નામ | હોદ્દો | મૂળ મહેકમ |
1 | આર.જી. ચૌધરી | બિન હથિયારી PSI | ખેડા |
2 | એસ.વી. ગોસ્વામી | બિન હથિયારી PSI | ખેડા |
3 | એ.કે.પઠાણ | બિન હથિયારી PSI | અમદાવાદ શહેર |
4 | ડી.વી. ચિત્રા | બિન હથિયારી PSI | અમદાવાદ ગ્રામ્ય |
5 | વી.સી.જાડેજા | બિન હથિયારી PSI | ભાવનગર |
6 | બી.એન.ગોહીલ | બિન હથિયારી PSI | વડોદરા ગ્રામ્ય |
7 | વી.એન.પંડ્યા | બિન હથિયારી PSI | પાટણ |
8 | કે.ડી.જાદવ | બિન હથિયારી PSI | સુરેન્દ્રનગર |
9 | ડી.ઝેડ.રાઠવા | બિન હથિયારી PSI | કચ્છ પશ્ચિમ-ભુજ |
તમામ અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે કે, જ્યાં સુધી આગામી અન્ય કોઈ હુકમ ન થાય ત્યાં સુધી સ્ટેટ મોનીટરિંગ સેલની કચેરી ગાંધીનગરમાં ફરજ બજાવવાની રહેશે.