ગુજરાત

gujarat

ETV Bharat / state

યાત્રી કૃપયા ધ્યાન દે...જાણી લો અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેનનું ટાઇમ ટેબલ - METRO TRAIN TIME TABLE - METRO TRAIN TIME TABLE

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિમીટેડ દ્વારા જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે. જે અનુસાર 17 સપ્ટેમ્બરથી જીએમઆરસી દ્વારા અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-2 ની સેવાઓ મોટેરાથી સેક્ટર-1 અને જીએનએલયુથી ગિફ્ટ સિટી સુધી શરૂ કરવામાં આવી છે. જાણો. METRO TRAIN TIME TABLE

ગુજરાત મેટ્રો ટ્રેનનું ટાઇમ ટેબલ બહાર પડી ગયું છે, જાઓ શું છે ટ્રેનનો સમય
ગુજરાત મેટ્રો ટ્રેનનું ટાઇમ ટેબલ બહાર પડી ગયું છે, જાઓ શું છે ટ્રેનનો સમય (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 17, 2024, 10:52 PM IST

Updated : Sep 18, 2024, 3:31 PM IST

હૈદરાબાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા ત્રણ દિવસ માટે ગુજરાતનાં પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે ગુજરાતમાં યોજાયેલ અનેક સમિટમાં હાજરી આપી હતી તેમજ ગુજરાતનું મહત્વપૂર્ણ પ્રોજેક્ટ જે બનીને તૈયાર છે એવી મેટ્રો રેલવેને લીલી ઝંડી આપી હતી. આમ હવે ગુજરાતમાં અમદાવાદથી ભુજ તેમજ ભુજથી અમદાવાદ દોડથી મેરતો રેલવે શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન ગુજરાત મેટ્રો રેલવે કોર્પોરેશન દ્વારા મેટ્રો રેલવેના ટાઈમ ટેબલ બહાર પાડવામાં આવ્યું છે.

અમદાવાદ મેટ્રો રેલવે રુટ (GMRC)

યાત્રીઓ મેટ્રોની સેવાઓનો લાભ લઈ શકે છે: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિમીટેડ દ્વારા જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે. જેમાં જણાવ્યા અનુસાર 17 સપ્ટેમ્બરથી જીએમઆરસી દ્વારા અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-2 ની સેવાઓ મોટેરાથી સેક્ટર-1 અને જીએનએલયુથી ગિફ્ટ સિટી સુધી શરૂ કરવામાં આવી છે. આથી યાત્રીઓ બહાર પાડવામાં આવેલા સમયપત્રક અનુસાર મોટેરા મેટ્રો સ્ટેશનથી સેક્ટર-1 અને ગીફ્ટ સીટી સુધી મેટ્રોની સેવાઓનો લાભ લઈ શકે છે.

મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 અને સેક્ટર-1 થી મોટેરા સ્ટેડિયમ સુધીની મેટ્રોનો સમય (GMRC)

મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 લઈ જતી મેટ્રો રેલવે:AMRC દ્વારા બહાર પાડવામાં આવેલી વિગત અનુસાર મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 લઈ જતી મેટ્રો રેલવે સવારે 8 વાગ્યાથી શરૂ થશે જ્યારે છેલ્લી મેટ્રો રેલવે સાંજે 6 વાગે જશે. જ્યારે સેક્ટર-1 થી મોટેરા સ્ટેડિયમ લઈ જતી મેટ્રો રેલવે સવારે 7:20 વાગ્યાથી શરૂ થશે જ્યારે છેલ્લી મેટ્રો રેલવે સાંજે 6:40 વાગે જશે.

જીએનએલયુથી ગિફ્ટ સિટી અને ગિફ્ટ સિટીથી જીએનએલયુ સુધીની મેટ્રોનો સમય (GMRC)

જીએનએલયુથી ગિફ્ટ સિટી લઈ જતી મેટ્રો રેલવે: જીએનએલયુથી ગિફ્ટ સિટી લઈ જતી મેટ્રો રેલવે સવારે 8:25 વાગ્યાથી શરૂ થશે જ્યારે છેલ્લી મેટ્રો રેલવે સાંજે 6: 25 વાગે જશે. જ્યારે ગિફ્ટ સિટીથી જીએનએલયુ લઈ જતી મેટ્રો રેલવે સવારે 7:18 વાગ્યાથી શરૂ થશે જ્યારે છેલ્લી મેટ્રો રેલવે સાંજે 6:38 વાગે જશે.

મેટ્રોના પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર:AMRCના જણાવ્યા અનુસાર અમદાવાદથી ગાંધીનગર સુધીની મેટ્રો રેલવે દર 20 મિનિટે અથવા 12 મિનિટે આવતી હોય છે. જેમાં મહત્તમ ભાડું 40 રૂપિયા છે જ્યારે ન્યૂનત્તમ ભાડું 5 રૂપિયા છે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) સાઇટ (GMRC)

ટિકિટ અને ચાર્જિસ માટેની તમામ વિગતો: ઉપરાંત મેટ્રો માટેની તમામ માહિતી ગુજરાત મેટ્રો રેલવે કૉર્પોરેશન (GMRC)ની સાઇટ પર આપવામાં આવેલી છે. જ્યાં તમે એક સ્ટેશનથી બીજા સ્ટેશન સુધીની વિગત નાખી શકો છો અને વિગત અનુસાર મુસાફરી માટે કેટલા ચાર્જિસ થશે તે ટિકિટ કાઢવાના પહેલા જ જાણી શકો છો. વધુ વિગત જાણવા માટે આ (https://www.gujaratmetrorail.com/) લિન્ક પરથી વિગત મેળવી શકો છો.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) સાઇટ (GMRC)

ગુજરાત મેટ્રો રેલવે પ્રોજેક્ટ:તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં મેટ્રોની કામગીરી શરૂ થઈ ગઈ છે જે અંતર્ગત અમદાવાદ મેટ્રો ફેઝ-2 માં છે જ્યાં કુલ 52 સ્ટેશન બનાવવામાં આવ્યા છે જેમાંથી 4 ભૂગર્ભ એટલે કે અંડરગ્રાઉન્ડ સ્ટેશન છે. આ પૂર્ણ મેટ્રો રેલવેની લંબાઈ 68.29 છે. જ્યારે સુરતમાં મેટ્રો ફેઝ-1 માં છે જ્યાં કુલ 36 સ્ટેશન બનાવવામાં આવશે જેમાંથી 6 ભૂગર્ભ એટલે કે અંડરગ્રાઉન્ડ સ્ટેશન હશે. જ્યારે આ પૂર્ણ મેટ્રો રેલવેની લંબાઈ 40.35 રહેશે.

અમદાવાદ મેટ્રો રેલવે પ્રોજેક્ટ (GMRC)
સુરત મેટ્રો રેલવે પ્રોજેક્ટ (GMRC)

આ પણ વાંચો:

  1. સિંગાપોર કોન્સ્યુલ જનરલ ચેઓંગ મિંગ ફૂંગ ગુજરાત પ્રવાસે, સીએમ ભૂપેન્દ્ર પટેલને મળ્યા - Cheong Ming Fungus Meat Gujarat CM
  2. ભાવનગરનું ગૌરવ: રેસલીંગ જુડો ગોલ્ડ મેડલિસ્ટને ભાવનગર સ્ટેટના યુવરાજે આપી અનોખી ભેટ - Wrestling and Judo Gold Medalist
Last Updated : Sep 18, 2024, 3:31 PM IST

ABOUT THE AUTHOR

...view details