જુનાગઢ:પહેલા શિકારી અને પછી શિકાર બંને એક બીજાને જોઈ ડરી ગયેલા જોવા મળ્યા હતા. સિંહણ અને આખલાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયો કયા વિસ્તારનો છે તે ચોક્કસ કહી શકાય નહીં પરંતુ આ વીડિયોમાં શિકાર અને શિકારી બંને એક બીજાને જોઈ ભાગતા જોવા મળ્યા છે.
શિકાર અને શિકારી બંને ભડકી ગયા
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં શિકાર અને શિકારી બંને એક બીજાને જોઈ ડરી જતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો ચોક્કસ કયા વિસ્તારનો છે તે કહેવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ જે વિસ્તારમાં સિંહોની હાજરી નોંધાયેલી છે, તેવા ગીર કાંઠાનો આ વીડિયો હોઈ શકે છે, તેવું આપણે કહી શકીએ છીએ. આ વીડિયો રમુજ ઉપજાવે તેવો પણ છે. પહેલા શિકારી અને બાદમાં શિકાર બંને ડરી જતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો ત્યાં હાજર વ્યક્તિએ કેમેરામાં કેદ કર્યો હતો. જે હવે સોશ્યલ મીડિયા પર ફરતો થયો છે.
ગીર પંથકમાં VIDEOને લઈને રમૂજ (Etv Bharat Gujarat) અચાનક સિંહણ અને આખલાનું થયું એન્કાઉન્ટર
વીડિયોમાં એક સિંહણ અને આખલાની સાથે અન્ય એક ગૌવંશ જોવા મળી રહ્યું છે. આખલો અને ગૌવંશ રોડ પરથી સામાન્ય અંદાજમાં ચાલતા આગળ વધી રહ્યા હતા. બિલકુલ આ જ સમયે ઝાડીમાંથી એક સિંહણ રોડ પાર કરવાના ઇરાદે બહાર આવી હતી પરંતુ અચાનક આખલાને જોઈ જતા સિંહણ પણ તુરંત ઝાડીઓમાં છૂપાવા ભાગી હતી, પરંતુ તે થોડી જ મિનિટોમાં પરત આવી ત્યારે આંખલો અને તેની સાથે રહેલું ગૌવંશ ઊભી પૂંછડીએ ભાગતા જોવા મળ્યા હતા. આ એક જ વીડિયોમાં શિકાર અને શિકારી બંને એકબીજાથી ડરીને ઊભી પૂંછડીએ ભાગતા જોવા મળ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને લોકો ખૂબ પસંદ પણ કરી રહ્યા છે.
- જુનાગઢમાં ઉદ્યમિતા આયોગની રચના માટે ડિજિટલ સિગ્નેચર અભિયાન, વિદ્યાર્થીના હિતનો આવો છે હેતુ
- નોકરી નથી કરવી, કરીશું પોતાની કમાણીઃ તાપીના શિક્ષિત ખેડૂતે કેવી રીતે કરી આવક, જુઓ