રાજકોટ: જિલ્લામાં એક સગીરાના પોક્સોના ગુન્હામાં આજીવન કેદની સજાનો હુકમ અંગે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન ગુજરાત હાઇકોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યા છે. આ અંગે રાજકોટની પોક્સો કોર્ટ બચાવ પક્ષ તરફથી રજૂ કરવામાં આવેલા ભોગ બનનાર જન્મ પ્રમાણ અંગેની ડિસ્ટ્રિક્ટ કોર્ટના રજીસ્ટ્રારને ફરિયાદ કરવાનો હુકમ કર્યો હતો. જેના અનુસંધાને ગાંધીગ્રામ 2 યુનિટમાં આ અંગે અલગથી ફરિયાદ નોંધવામાં આવી હતી.
સગીરાનું અપહરણ કરી દુષ્કર્મનો આરોપ:મળતી માહિતી મુજબ, રાજકોટના એક ગામમાં ગત તારીખ 4 જુલાઇ 2018 ના રોજ પોલીસ સ્ટેશનમાં એક માતાએ પોતાની 16 વર્ષની સગીરવયની પુત્રીને લગ્ન કરવાની લાલચ આપીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જવા અંગેની ફરીયાદ આઇપીસી કલમ 363, 366, 376 તથા 101 તેની કલમ 6 તથા એટ્રોસિટી એક્ટની કલમ 3(2) (5) મુજબ આરોપી સામે ફરિયાદ કરી હતી. જે અનુસંધાને પોલીસે તપાસ કરતાં સગીરા બેડી માર્કેટિંગ યાર્ડમાં કામ કરતી હતી ત્યાં સામે મેડિકલમાં નોકરી કરતા મેહુલ મહેશભાઈ લાઠીયા સાથે તેને પ્રેમ સંબંધ હતો. જેથી આરોપી સગીરાને પોતાની સાથે દ્વારકા, સુરત, જુનાગઢ, બગદાણા મુકામે લઈ જઇને દુષ્કર્મ આચાર્ય હતું.
આરોપીએ હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી: પોક્સોનો કેસ જે રાજકોટની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા કુલ 10 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા તેમજ 16 ડોક્યુમેન્ટરી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ પોક્સો અદાલતના જજ જે.ડી. સુથારે આરોપીને ગુનેહગાર ઠરાવીને આજીવન કેદની સજાનો હુકમ આપ્યો હતો. જેની સામે આરોપીએ હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી.