વડોદરાઃસુપ્રીમ કોર્ટના નિર્દેશ હોવા છતા ખોટી રીતે ધરપકડ કરવા મામલે વડોદરાના કોર્પોરેટર અલ્પેશ લિમ્બાચિયા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ અરજી કરી હતી. જેને લઈને ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પીએસઆઈ કલ્પેશ વસાવવા, સરકાર અને તે કેસના ફરિયાદી સામે ગુજરાત હાઈકોર્ટે નોટિસ ઈશ્યૂ કરી છે.
ભાજપ પત્રિકાકાંડઃ ગુજરાત HCએ ઈશ્યૂ કરી વડોદરા ક્રાઈમ બ્રાન્ચના PSI સામે કન્ટેમ્પ્ટ નોટિસ - BJP letter kand Vadodara - BJP LETTER KAND VADODARA
વડોદરાના ચકચારી ભાજપના પત્રિકાકાંડ મામલામાં ગુજરાત હાઈકોર્ટે વડોદરાના નેતા અલ્પેશ લિમ્બાચિયાની ધરપકડ કરવાના મામલામાં સરકાર, વડોદરા ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ અને ફરિયાદી સામે નોટિસ ઈશ્યૂ કરી છે. - BJP patrika kand Vadodara
Published : Sep 5, 2024, 10:21 PM IST
શું છે સમગ્ર મામલોઃભાજપના નેતાઓને થોડા સમય પહેલા વડોદરાના પૂર્વ મેયર રહી ચુકેલા નિલેશસિંહ રાઠોડ અંગે કેટલીક બાબતોનું લખાણ લખી પત્રિકા મોકલવામાં આવી હતી. આ પત્રિકામાં નેતાની બદનામી થતી હોવાને લઈને ગત 2023ના જુલાઈ મહિનામાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ધમકી તથા બદનક્ષી મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આ અંગે તપાસ આરંભી હતી અને તેમાં ભાજપના જ કોર્પોરેટર એવા અલ્પેશ લિંબાચિયાની સંડોવણી હોવાનું ખુલ્યું હતું. આ મામલામાં પોલીસે અન્ય બેની પણ ધરપકડ કરી હતી. જે ગુનાની ફરિયાદમાં કોઈ કલમ વર્ષ 7 કરતા વધુની સજાની જોગવાઈ ધરાવતી ના હોવાથી સુપ્રીમો કોર્ટના નિર્દેશ પ્રમાણે આરોપીને નોટિસ આપવાની હતી પણ તેમાં મોડી રાત્રે નોટિસ આપ્યા વગર પોલીસે અલ્પેશ લિમ્બાચિયાની ધરપકડ કરી હતી.
પોતાની ધરપકડ ગેરકાયદે હોવાને લઈને તેમણે ગુજરાત હાઈકોર્ટમાં લિમ્બાચિયાએ ગુજરાત હાઈકોર્ટ સામે રીટ પિટીશન દાખલ કરી હતી અને પોતાની ધરપકડની કાર્યવાહીને કોર્ટ સામે પડકારી હતી. કોર્ટે પણ આ મામલે સરકાર, ક્રાઈમ બ્રાન્ચ અને ફરિયાદીને નોટિસ ઈશ્યૂ કરી છે.