ગુજરાત

gujarat

ETV Bharat / state

"પાટીદાર આગેવાનો સામેના કેસ પરત ખેંચાયા", દાવામાં કેટલો દમ ? - PATIDAR ANAMAT ANDOLAN

પાટીદાર અનામત આંદોલન સમયે આગેવાનો સામે નોંધાયેલા કેસ સરકાર પરત ખેંચી શકે છે, આ વાતમાં કેટલું સત્ય છેે... જાણો આ અહેવાલમાં...

"પાટીદાર આગેવાનો સામેના કેસ પરત ખેંચાયા"
"પાટીદાર આગેવાનો સામેના કેસ પરત ખેંચાયા" (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Feb 7, 2025, 2:41 PM IST

અમદાવાદ :પાટીદાર અનામત આંદોલનના આગેવાનો માટે ગુજરાત સરકાર તરફથી રાહતના સમાચાર સામે આવ્યા છે. પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, ચિરાગ પટેલ અને ધાર્મિક માલવિયા સામે નોંધાયેલા રાજદ્રોહના કેસ ગુજરાત સરકાર પાછા ખેંચી શકે છે. જોકે, હજુ સુધી રાજ્ય સરકારે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલે કર્યો મોટો દાવો...

ભાજપ સરકારના ધારાસભ્ય અને પાટીદાર યુવા આગેવાન હાર્દિક પટેલે આજે X પર પોસ્ટ કરતા લખ્યું કે, ગુજરાતમાં થયેલા પાટીદાર આંદોલન વખતે મારા સહિત સમાજના અનેક યુવાનો પર લાગેલા ગંભીર રાજદ્રોહ સહિતના કેસ આજે ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે પાછા ખેંચી લીધા છે. સમાજ વતી હું ગુજરાતની ભાજપ સરકારનો વિશેષ આભાર વ્યક્ત કરું છું.

પાટીદાર આંદોલનને કારણે ગુજરાતમાં બિનઅનામત વર્ગો માટે કમિશન-નિગમની રચના થઈ, 1000 કરોડની યુવા સ્વાવલંબન યોજના અમલમાં આવી અને દેશના લોકોને આર્થિક ધોરણે 10% અનામતનો લાભ મળ્યો. હું ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.'

સરકાર દ્વારા સત્તાવાર જાહેરાતની રાહ...

જોકે, પાટીદાર આગેવાનો સામેના કેસ પરત ખેંચવા અંગે ગુજરાત સરકાર તરફી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ સરકારના ધારાસભ્યો અને પાટીદાર આગેવાનો તરફથી આ અંગે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

અલ્પેશ કથીરિયા સાથે ટેલિફોનિક વાતચીત (ETV Bharat Gujarat)

પાટીદાર આગેવાનો સામેના કેસ પરત ખેંચાશે ?

અલ્પેશ કથીરિયાએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું કે, ગઈકાલ 6મી ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી કાર્યાલય (CMO) તરફથી દિનેશ બાંભણિયાને આ જાણકારી આપવામાં આવી છે. જેમાં અમદાવાદમાં નોંધાયેલ 8, ગાંધીનગરના 3, મહેસાણાના 2 અને સુરતમાં નોંધાયેલ એક, એમ કુલ 14 કેસ પરત ખેંચવાની સરકાર તરફથી માહિતી મળી છે. આવનારા દિવસોમાં તેની સત્તાવાર જાહેરાત થશે.

"2017 પહેલાના કેસ પરત ખેંચાયા, 2017 બાદની સત્તાવાર જાહેરાત હવે થશે" : અલ્પેશ કથીરીયા

અલ્પેશ કથીરિયાએ ETV BHARAT સાથે ટેલિફોનિક વાત કરતા વધુમાં જણાવ્યું કે, આ 14 કેસ 2017 પહેલા નોંધાયા હતા, રાજ્ય સરકાર 2017 પછી સુરત અને ઉત્તર ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનને લઈને નોંધાયેલા કેસ પણ પાછા ખેંચશે એની સત્તાવાર જાહેરાત બાદમાં કરાશે. આ 14 કેસ પરત ખેંચવા પાછળ અમરેલીના કેસથી પાટીદાર સમાજમાં રોષને ખાળવા કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કારણ નથી. આ કેસ લાંબા સમયથી પેન્ડિંગ હતા અને તેની યાદી સરકારે મંગાવી હતી. રાજ્યના મુખ્યમંત્રીએ અંગત રસ લઈ જે-તે વિભાગના સચિવ સાથે સંકલન કરી કેસ પાછા ખેંચવાની પ્રક્રિયા કરી છે. અમે શહીદ પાટીદાર પરિવારોને સહકાર આપતા રહીશું.

દિનેશ બાંભણીયાએ કહ્યું, "સત્યમેવ જયતે-જય સરદાર"

આ ઉપરાંત દિનેશ બાંભણીયાએ X પર પોસ્ટ કરતા લખ્યું, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાટીદાર આંદોલનના મુખ્ય કેસ રાજદ્રોહ સહિતના ગંભીર કેસ પરત ખેંચવામાં આવ્યા. જેમાં હાર્દિક, દિનેશ, ચિરાગ અને અલ્પેશ સહિતને આરોપી બતાવવામાં આવ્યા હતા. નિર્ણય પરત લેવા બદલ ખૂબ ખૂબ આભાર. સત્યમેવ જયતે-જય સરદાર

  1. પ્રયાગરાજના પ્રવાસે મુખ્યમંત્રી પટેલ : ધર્મપત્ની સાથે કર્યા બડે હનુમાનજીના દર્શન
  2. વાપીમાં મહિલાઓએ "બંગડીઓ ફેંકી" : અનંત પટેલની આગેવાનીમાં ધરણા પ્રદર્શન

ABOUT THE AUTHOR

...view details