સરકારે જુનિયર અને સીનિયર ક્લાર્કની પરીક્ષા 6 દિવસ મોકૂફ રાખી ગાંધીનગરઃ રાજ્યમાં સરકારી નોકરીની રાહ જોઈને બેઠેલા વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર આવ્યા છે. ચૂંટણી પંચના નિર્દેશ બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સીનિયર ક્લાર્કની પરીક્ષા 6 દિવસ મોકૂફ રાખી છે. તા. 20, 21, 27, 28 એપ્રિલ તથા 4 અને 5મેના રોજ લેવાનારી પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. આજે જેની પરીક્ષા ચાલે છે તે યથાવત રહેશે. ચૂંટણી બાદ નવી તારીખ જાહેર કરાશે.
5554 જગ્યાઓ પર ભરતી પરીક્ષામાં ફેરફારઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર વર્ગ-3 અંતર્ગત કુલ 5554 જગ્યાઓ પર સીધી ભરતી કરવા માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના કાર્યક્રમમાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે. વર્ગ-3 (ગ્રુપ-A તથા B)ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તા. 1 એપ્રિલના રોજથી શરૂ કરવામાં આવેલ છે. મંડળ દ્વારા આયોજીત પરીક્ષા કાર્યક્રમની તા. 20 થી 28 એપ્રિલ અને તા. 4 અને 5 મેના રોજ રાખવામાં આવેલ. આ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પુરતી મોકૂફ રાખવામાં આવે છે. મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવશે.
શું કહે છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ?: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે જણાવે છે કે, અત્યાર સુધી લેવાયેલી પરીક્ષા યથાવત રહેશે. માત્ર આવતીકાલથી મતદાન સુધીની પરીક્ષાઓ મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો છે. મતદાન દિવસ બાદની પરીક્ષાઓ પણ યથાવત રહેશે. મતદાન બાદ ચૂંટણી પંચની મંજૂરી લઈને સ્થતિગત કરાયેલી પરીક્ષાઓ લેવાશે. હવે આ મોકૂફ કરેલી પરીક્ષાનો નવો કોલ લેટર બનાવાશે. નવી તારીખ વિષે વાત કરવામાં આવે તો લગભગ તો ચૂંટણી પંચની મંજૂરી બાદ નવી તારીખ જાહેર કરવામાં આવશે. ગ્રુપ A અને ગ્રુપ Bના પદો પર ભરતી માટે CCE 2024 પરીક્ષા 1 એપ્રિલથી 8 મે 2024 સુધી આયોજિત કરાઈ હતી. ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સીનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી કરવાનો નિર્ણય લીધો છે.
આચાર સંહિતાના પાલન માટે લેવાયો નિર્ણયઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત 212-2023-24 અનવયે ગ્રુપ એ અને ગ્રુપ બીની સીસીએ પ્રથમ તબક્કાની પરીક્ષા પહેલી એપ્રિલ 2024ના રોજ શરૂ કરવામાં આવી હતી. ચૂંટણીની આદર્શ આચાર સંહિતાના પાલન અંગે મંડળ દ્વારા આવતીકાલથી શરૂ થનારી પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી છે. તા. 20, 21, 27 અને 28 એપ્રિલ અને તારીખ 4 અને 5 મેના રોજ આયોજિત પરીક્ષાઓ આચાર સહિતાને ધ્યાનમાં લઈને હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. તારીખ 8 અને 9 મે ના રોજ આયોજિત પરીક્ષાઓ યથાવત છે. આજના દિવસની પરીક્ષાઓ પણ યથાવત છે અત્યાર સુધી જે ઉમેદવારો એ પરીક્ષા આપી ચૂક્યા છે તેમણે ફરીથી પરીક્ષા આપવાની રહેતી નથી. 6 દિવસની પરીક્ષાઓ ગુજરાતમાં લોકસભા ચૂંટણી ને કારણે મોકૂફ રહી છે.
યુવરાજસિંહે કર્યા વાકપ્રહાર યુવરાજસિંહના આકરા વાકપ્રહારઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સીનિયર ક્લાર્કની પરીક્ષા 6 દિવસ મોકૂફ રાખી છે આ સમાચાર બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ રાજ્ય સરકાર અને તેની કાર્યપદ્ધતિ પર આકરા વાકપ્રહાર કર્યા છે. યુવરાજસિંહ જાડેજાએ જણાવે છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત 212-2023-24 અનવયે ગ્રુપ એ અને ગ્રુપ બીની સીસીએ પ્રથમ તબક્કાની પરીક્ષા પહેલી એપ્રિલ 2024ના રોજ શરૂ કરવામાં આવી હતી. ચૂંટણીની આદર્શ આચાર સંહિતાના પાલન અંગે મંડળ દ્વારા આવતીકાલથી શરૂ થનારી પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી છે. તે સૂચવે છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને ચૂંટણી પંચ વચ્ચે કોઈ તાલમેલ જ નથી.
- ETV Bharat Impact: પેપર લીક કૌભાંડીઓને થશે 10 વર્ષની સજા ને 1 કરોડનો દંડ, સરકાર વિધાનસભા ગૃહમાં લાવશે નવું બિલ
- ગૌણ સેવા પસંદગી મંડળે લીધો મહત્વનો નિર્ણય, આ પરીક્ષાઓ રાખવામાં આવી મોકૂફ