ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિર: પ્રવાસન, AI અને સરકારી યોજનાના અમલીકરણ પર વિશેષ ભાર - GUJARAT GOVT 11TH CHINTAN SHIBIR

સોમનાથ ખાતે રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિર શરૂ થઈ છે. ત્રણ દિવસ સુધી વિવિધ મુદ્દે ચર્ચા કરી એક ડ્રાફ્ટ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવશે.

રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિર
રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિર (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 22, 2024, 10:32 AM IST

Updated : Nov 22, 2024, 11:13 AM IST

ગીર સોમનાથ :સોમનાથ ખાતે રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિર શરૂ થઈ છે. મુખ્યપ્રધાન પટેલ સાથે સમગ્ર પ્રધાનમંડળ, રાજ્યના સનદી અધિકારીઓ અને જિલ્લા કલેક્ટર, કમિશનર અને વિકાસ અધિકારીઓની હાજરીમાં બેઠક શરૂ થઈ હતી. વિવિધ યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે ત્રણ દિવસ સુધી સરકાર અને સનદી અધિકારીઓ ચિંતન અને મનન કરીને એક ડ્રાફ્ટ રાજ્ય સરકારને સુપરત કરશે. ત્યારબાદ રાજ્ય સરકાર સમગ્ર યોજનાનું અમલીકરણ તબક્કાવાર કરવાની જાહેરાત કરશે.

રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિર :સોમનાથ ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે સમગ્ર મંત્રી પરિષદ, રાજ્યના સનદી અધિકારી અને જિલ્લા કલેકટર, કમિશનર અને વિકાસ અધિકારીઓની હાજરીમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિર શરૂ થઈ છે. આગામી ત્રણ દિવસ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ચાલનારી આ બેઠકની શરૂઆત પૂર્વે જ મુખ્યપ્રધાન પટેલ અને પ્રવાસન પ્રધાન મુળુભાઈ બેરાએ સોમનાથ મહાદેવની પૂજા કરી હતી.

રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિર (ETV Bharat Gujarat)

ત્રણ દિવસનું મંથન ડ્રાફ્ટ રૂપે રજૂ થશે :ગુરુ, શુક્ર અને શનિ એમ ત્રણ દિવસ આ બેઠકમાં રાજ્યના વિકાસ, સરકારી યોજના અને પ્રવાસનની સાથે રોજગારી જેવા વિષયો પર ચર્ચા અને ચિંતન કરવામાં આવશે. ત્રણ દિવસના અંતે સરકાર સમક્ષ સંયુક્ત રીતે એક ડ્રાફ્ટ રજૂ કરવામાં આવશે, ત્યારબાદ રાજ્ય સરકાર આવનારા વર્ષમાં તેની તબક્કાવાર અમલવારી શરૂ કરવાનો નિર્ણય લેશે.

રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિર (ETV Bharat Gujarat)

ચર્ચાનો મુખ્ય વિષય "પ્રવાસન" :પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે વિગતો આપતાં જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ લોક કલ્યાણની યોજના ચાલી રહી છે, જે છેવાડાના લોકો સુધી પહોંચે તે માટેનો પ્રયાસ ચિંતન શિબિરમાં મંથન રૂપે કરવામાં આવશે. પ્રવાસન ઉદ્યોગ રાજ્યના પ્રત્યેક જિલ્લામાં થાય અને તેમાં જિલ્લાનું યોગદાન રહે તે માટેના કાર્યક્રમો કેવી રીતે અમલી બનાવી શકાય તેને લઈને પણ મંથન થશે. વધુમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે પ્રવાસન ગતિવિધિઓ સાથે ગ્રામ પંચાયત, તાલુકા અને જિલ્લા પંચાયતને પણ કેવી રીતે જોડીને આ વિસ્તારોને વધારે મજબૂત કરી શકાય તે દિશામાં પણ ચર્ચા થશે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો થશે ઉપયોગ :આ ઉપરાંત મહત્વના વિષય તરીકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ચિંતન થતું જોવા મળશે. રાજ્ય સરકારનો વહીવટ AI ડેટા આધારિત કઈ રીતે સારો બની શકે તે માટે ચર્ચા થશે. અંતિમ દિવસે પાછલા વર્ષોમાં ખૂબ સારી કામગીરી કરનાર રાજ્યના સનદી અધિકારીઓને એવોર્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે.

  1. સોમનાથમાં 11મી ચિંતન શિબિરનું આયોજન, મુખ્યમંત્રી પટેલ રહેશે હાજર
  2. કેશોદથી અમદાવાદ વચ્ચે હવાઈ સેવા શરૂ, યાત્રિકો માટે ખાસ બસ સુવિધા
Last Updated : Nov 22, 2024, 11:13 AM IST

ABOUT THE AUTHOR

...view details