પાટણ: આવતી કાલ એટલે કે 11 માર્ચથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેને લઈ પાટણ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ વર્ષે પાટણ જિલ્લામાં કુલ 30,573 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા આપશે . જેના માટે 39 કેન્દ્રો પર 109 બિલ્ડિંગમાં 1094 બ્લોકની ફાળવણી કરવામાં આવી છે. તો બીજી તરફ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ધોરણ 10 અને 12 મા 4675 વિદ્યાર્થીઓની ઘટ જોવા મળી છે.
પાટણ જિલ્લામાં 18,494 વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપશે. જેના માટે પાટણ અને હારિજ એમ બે ઝોનની રચના કરવામાં આવી છે . પાટણમાં 12 કેન્દ્રો પર 36 બિલ્ડિંગમાં 380 બ્લોકની ફાળવણી કરવામાં આવી છે. જ્યારે હારીજ ઝોનમા હારીજ, સમી, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુરના 10 પરીક્ષા કેન્દ્રો પર 31 બિલ્ડિંગમાં 275 બ્લોકની કરવામાં આવી છે. જેમાં 7,803 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા 13 કેન્દ્રોના 32 બિલ્ડિંગના 335 બ્લોકમા 10026 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે . જ્યારે વિજ્ઞાન પ્રવાહના 2053 વિદ્યાર્થીઓ 4 કેન્દ્રોના 10 બિલ્ડિંગના 104 બ્લોકમાં પરીક્ષા આપશે.'
- પાટણમાં કુલ 30,573 વિદ્યાર્થીઓ ધો.10 અને 12ની પરીક્ષા આપશે
- પાટણ જિલ્લામાં 39 પરીક્ષા કેન્દ્રના 109 બિલ્ડિંગમાં યોજાશે પરીક્ષા
- ધોરણ 10ની પરીક્ષા પાટણ અને હારીજ બે ઝોનમાં યોજાશે
- તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયા