જામનગર: શહેરમાં ભારે વરસાદ પછી સર્જાયેલ તારાજી અંગે પુરસરગ્રસ્ત વિસ્તારોના રહેવાસીઓ મુશ્કેલીઓ જાણવા અને જોવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલ જામનગરની મુલાકાતે આવ્યા હતાં. તાજેતરમાં જામનગર શહેર, જિલ્લામાં અતિભારે વરસાદ પડવાથી જામનગર શહેરની જનતાની જાન-માલ અને મોટા પાયે ઘરવખરીને નુકશાની થઈ હોય માટે આ પૂરગ્રસ્ત વિસ્તારો અને ત્યાના રહેવાસીઓ સાથે આજે ગુજરત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્ય સભાના સાસંદ શકતિસિંહ ગોહિલ આજે સવારે 10:00 વાગે સર્કિટ હાઉસ આગમન થયું હતું.
સરકારે પૂરપીડિતોની મજાક કરી છે, 2500 રૂપિયાની સહાયમાં શું થાય: શક્તિસિંહ ગોહિલ - shaktisinh gohil visited jamnagar - SHAKTISINH GOHIL VISITED JAMNAGAR
જામનગરમાં પૂરપીડિતોની મુલાકાતે આવેલા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું, પૂરપીડિત વિસ્તારોની મુલાકાત લઈને તેમણે લોકોની આપવીતિ જાણી હતી. shaktisinh gohil visited jamnagar
Published : Sep 1, 2024, 2:59 PM IST
|Updated : Sep 1, 2024, 4:35 PM IST
ત્યાર બાદ શક્તિસિંહ ગોહિલે જામનગરમાં વોર્ડ વાઈસ વિસ્તારોની મુલાકાત લીધી હતી. જામનગરમાં પુરપીડિત લોકો વચ્ચે જઈને શક્તિસિંહ ગોહિલે તેમની આપવીતી સાંભળી હતી. ચાર દિવસ પડેલા ભારે વરસાદમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. ત્યારે હજુ પણ જામનગર શહેરમાં રોગચાળો ફેલાય તેવી શક્યતા છે.
આ તકે મીડિયા સાથે વાત કરતા શક્તિસિંહ ગોહિલે રાજ્યની ભાજપ સરકારને આડેહાથ લીધી હતી તેમણે કહ્યું હતું કે, તંત્રની નિષ્ફળતાના કારણે લોકોને હાલાકી પડી રહી છે. જામનગર શહેરમાં છેલ્લા 25 વર્ષથી છે ભાજપનું શાસન. રંગમતી નદીમાં આવેલા પૂરના કારણે અનેક લોકો પ્રભાવિત થયા છે અને સરકારે તેમણે માત્ર 2500 રૂપિયાની સહાય આપવાની વાત કરી એ પૂરપીડિતોની મજાક છે.