સુરત:રાજ્યમાં આઈસ્ક્રીમ અને જ્યુસ પાર્લરમાં GST વિભાગે દરોડા પાડ્યા હતા. આ દરોડાની કાર્યવાહીમાં 40 કરોડથી વધુની કરચોરી સામે આવી છે. અમદાવાદ, સુરત અને રાજકોટના 24 મોટા ટર્નઓવર ધરાવતા આઈસ્ક્રીમ અને જ્યુસ પાર્લર પર દરોડા પાડવામાં આવ્યા હતા. સુરતમાં આઇસ્ક્રીમ જ્યુસ પાર્લરમાં GST વિભાગની તપાસમાં 30 કરોડની વધુમાં છુપા રોકાણો મળ્યા છે. સુરતના 3, અમદાવાદના 4, રાજકોટનાં 1 આઇસ્ક્રીમ પાર્લર મળી 47 ધંધાકીય સ્થળો પર તપાસ કરવામાં આવી હતી. આકરી ગરમીમાં આઇસક્રિમ અને જ્યુસનું મોટા પાયે વેચાણ થાય છે.
40 કરોડના છુપા વ્યવહાર મળ્યા: વેચાણકારો હિસાબો નહીં બતાવીને તેમના દ્વારા કરચોરી આચરવામાં આવતી હોવાની આશંકા વિભાગને થઈ હતી. આ આશંકાના આધારે આઈસ્ક્રીમ જ્યુસના વેચાણ કરતા વેપારીઓની તપાસ હાથ ધરી હતી. સુરત, અમદાવાદ, રાજકોટ, મળી મોટા પાયા પર ટર્નઓવર ધરાવતા આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાં તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ્યુસ પાર્લર ખાણી-પીણીના 47 સ્થળો પર તપાસ કરાઇ હતી. SGSTની તપાસમાં 40 કરોડથી વધુ રકમના છુપા વેચાણ વ્યવહાર મળી આવ્યા હતા .સુરતમાં બિસ્મિલ્લા, મહાલક્ષ્મી જ્યુસ, ફાસ્ટ ફ્રૂટ કોર્નરમાંથી કરોડોની SGST મળી આવી આવી છે.