અમદાવાદ: સરકારી ભરતીની તૈયારી કરતા યુવાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. GPSC દ્વારા વર્ષ 2025માં કરવામાં આવનાર ભરતીનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ક્લાસ 1, 2 અને 3ની કુલ 1751 જેટલી જગ્યાઓ પર આ ભરતી કરવામાં આવશે. તેની પ્રાથમિક કસોટીની તારીખ, મુખ્ય પરીક્ષાની તારીખ સહિતની તારીખો જાહેર કરવામાં આવી છે.
કઈ-કઈ પોસ્ટ પર થઈ રહી છે ભરતી?
જેમાં નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની વર્ગ-3ની 160 જેટલી જગ્યાઓ પર 2025માં ભરતી કરવામાં આવશે. રાજ્ય વેરા નિરીક્ષક-3ની 323 જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ માટે જાહેરાત સ્ટેમ્બરમાં પ્રકાશિક કરવામાં આવશે. શિક્ષણ સેવા વર્ગ-2ની 300 જેટલી જગ્યાઓ, વહીવટી સેવા વર્ગ 1 તથા 2ની 100 જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
કયા મહિનામાં કેટલી ભરતીની જાહેરાત થશે?
મહિના મુજબ ભરતીની જાહેરાતની વાત કરીએ તો જૂન મહિનામાં જુદા-જુદા 17 સંવર્ગની ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્યારે જુલાઈ મહિનામાં 19 ભરતીની જાહેરાત કરાશે. આ બાદ ઓગસ્ટ મહિનામાં 9, સપ્ટેમ્બર મહિનામાં 11 તથા ઓક્ટોબર મહિનામાં 8 જુદા જુદા સંવર્ગની ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે. તો નવેમ્બર મહિનામાં 10 સંવર્ગની અને ડિસેમ્બર મહિનામાં 5 સંવર્ગની ભરતીની જાહેરાત કરવામાં આવશે.
GPSCનું ભરતી કેલેન્ડર જાહેર (GPSC) GPSCનું ભરતી કેલેન્ડર જાહેર (GPSC) GPSCનું ભરતી કેલેન્ડર જાહેર (GPSC) GPSCનું ભરતી કેલેન્ડર જાહેર (GPSC) GPSCમાં હાલ ક્લાસ 1-2ની ભરતી ચાલી રહી છે
નોંધનીય છે કે, હાલમાં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા થોડા સમય પહેલા ક્લાસ-1 અને 2ની વિવિધ જગ્યાઓ પર ભરતી અંગે જાહેરાત બહાર પાડવામાં આવી હતી. કુલ 1868 જગ્યાઓ માટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ક્લાસ 1-2ની પ્રાથમિક કસોટીની તારીખો જાહેર કરવામાં આવી છે. જે મુજબ આ પરીક્ષાઓ 16 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી વચ્ચે યોજાશે. પ્રાથમિક કસોટી પૂરી થયા બાદ મુખ્ય કસોટીનું આયોજન કરવામાં આવશે. જે સંભવિત માર્ચ-2025માં યોજાઈ શકે છે અને આ બાદ ઈન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો:
- પોલીસ ભરતી માટે શારીરિક કસોટી: વાવ SRP ગ્રુપના DYSPની ઉમેદવારોને ખાસ સલાહ
- રેલ્વેમાં નોકરી મેળવવાની સુવર્ણ તક! 32 હજારથી વધુ પદ પર થશે ભરતી, ઈચ્છુક ઉમેદવારો જલ્દી કરજો અરજી