ગાંધીનગર: ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છૂક ઉમેદવારો માટે સારા સમાચાર મળી રહ્યા છે. આરોગ્ય વિભાગની 2800 જેટલી જગ્યાઓ પર ભરતી અંગે નોટિફિકેશન ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં જ બહાર પાડવામાં આવ્યું હતું. આ ભરતી સંબંધિત અરજી પ્રક્રિયા હવે શરૂ થઈ ગઈ છે, લાયકાત ધરાવતા ઉમેદવારો 10મી ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
કઈ-કઈ પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા?
GPSCના નોટિફિકેશન મુજબ, વર્ગ-2માં તબીબી અધિકારીની 1506, વીમા તબીબી અધિકારી (એલોપેથિક)ની 147, બાયોકેમિસ્ટ્રીના ટ્યૂટર 20, કોમ્યુનિટી મેડીસીનના ટ્યુટરની 30, ફોરેન્સિક મેડીસીનના ટ્યુટરની 29, માઈક્રોબાયોલોજીના ટ્યુટરની 23, પેથોલોજીના ટ્યુટરની 33, ફીજીયોલોજીના ટ્યુટરની 32, એનોટોમીના ટ્યુટરની 25, ફાર્માકોલોજીના ટ્યુટરની 23ની જગ્યા પર ભરતી છે.
આરોગ્ય અને તબીબી સેવા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં વર્ગ-1માં જનરલ સર્જન (તજજ્ઞ સેવા)ની 200, ફિઝિશિયન (તજજ્ઞ સેવા)ની 227, ગાયનેકોલોજીસ્ટ (તજજ્ઞ સેવા)ની 273, ઓર્થોપેડિક સર્જન (તજજ્ઞ સેવા)ની 35, ડર્મેટોલોજીસ્ટ (તજજ્ઞ સેવા)ની 9, રેડિયોલોજીસ્ટ (તજજ્ઞ સેવા)ની 47, એનેસ્થેટીસ્ટ (તજજ્ઞ સેવા)ની 106 જગ્યા પર ભરતી કરાશે. આ ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની મેડિકલ કોલેજો અને તેને સંલગ્ન સંસ્થામાં ખાલી વર્ગ-1ની જગ્યાઓ પર પણ ભરતી કરવામાં આવનાર છે.