અમદાવાદ:દરેક લોકોનું સપનું હોય છે, કે તેનું પોતાના ઘરનું ઘર હોય. એમા પણ અમદાવાદ જેવા શહેરમાં પોતાનું ઘરનું મકાન મેળવવા માટે લોકો પોતાની આખી જિંદગીની બચત મૂડી લગાવી દેતા હોય છે. તેમ છતાં પણ કેટલાંક લોકોનું સપનું માત્ર સપનું જ રહી જતું હોય છે, જોકે, વિવિધ સરકારી આવાસ યોજનાઓ હેઠળ કેટલાક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાના ઘરના ઘરનું સપનું સાકાર કરવાની તક મળી રહી છે.
પોતાનું ઘર લેવાનું સપનું થશે સાકાર
અમદાવાદ શહેરમાં આંબેડકર આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઇ. ડબલ્યુ. એસ. અને એલ. આઇ. જી. સહિતની યોજનાઓ હેઠળ આવાસના મકાનો બનાવવામાં આવે છે. હાલ સુધીમાં મોટી સંખ્યામાં લોકોએ આ યોજનાનો લાભ લઈને પોતાનું ઘર હોવાનું સપનું સાકાર કર્યું છે.
અમદાવાદમાં પોતાનું ઘરનું સપનું થશે સાકાર (Etv Bharat Gujarat) મોટા ભાગના મકાનોની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ
હાલ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લોઅર ઇન્કમ ગ્રુપના લોકો માટે આવાસ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેમાં મોટાભાગના આવાસો માટેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે નજીકના જ સમયમાં લોકો પાસેથી આવેદનપત્ર મંગાવી ડ્રો પ્રક્રિયા કરી આવા સોંપવામાં આવશે.
આગામી દિવસોમાં 2,000 જેટલા આવાસ બનાવશે અમદાવાદ મનપા (Etv Bharat Gujarat) આગામી દિવસોમાં 2,000 જેટલા આવાસના મકાનો બનાવાશે
અમદાવાદ મહાનગરપાલિકાના હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ ઇ.ડબલ્યુ.એસ. આવાસ યોજના કમિટીના ચેરમેન મુકેશ પટેલ દ્વારા ઇટીવી ભારત સાથે વાત કરતા જણાવવામાં આવ્યું હતું કે "આવનારા દિવસોમાં લોઅર ઇન્કમના લોકો માટે એલ.આઇ.જી. ના અંદાજિત 2,000 જેટલા મકાનો બનાવવાની પ્લાનિંગ કરી રહ્યા છીએ, તેમાંથી લગભગ 1,300 મકાન જેટલા મકાનોના ટેન્ડર પણ મંજુર થઈ ગયેલા છે, અને ટૂંક સમયમાં જ કામ શરૂ થવાનું છે."
લ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લોઅર ઇન્કમ ગ્રુપના લોકો માટે આવાસ બનાવવાની કામગીરી શરૂ (Etv Bharat Gujarat ફાઈલ તસ્વીર) અખબારમાં જાહેરાત આપી ફોર્મ મંગાવવામાં આવશે
વધુમાં મુકેશ પટેલ દ્વારા વાત કરતા જણાવવામાં આવ્યું હતું કે "અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કોઈપણ સરકારી યોજના હેઠળ બનાવવામાં આવતા આવાસોનું કામ જ્યારે 50 થી 60 ટકા જેટલું પૂર્ણ થાય ત્યારે અખબારમાં જાહેરાત આપીને આવેદનપત્રો મંગાવવામાં આવતા હોય છે, આ આવેદનપત્ર ભરીને લોકો ડ્રોમાં ભાગીદાર થઈ શકે છે."
ક્યાં ક્યાં ડોક્યુમેન્ટસ્ જરૂરી છે ફોર્મ ભરવા માટે ?
આપને જણાવી દઈએ કે જ્યારે અખબારમાં જાહેરાત આવે અને આવેદનપત્ર મંગાવવામાં આવે ત્યારે આપની પાસે આધાર કાર્ડ, રાશનકાર્ડ, રહેણાંકનો પુરાવો, ત્રણ લાખથી ઓછી આવકના દાખલા સહિતના ડોક્યુમેન્ટ્સ હોવા જરૂરી છે, જો આપના નામે અથવા તો આપના પતિ કે પત્નીના નામે કોઈ પણ મકાન છે તો તે અરજદાર આવેદનપત્ર ભરી શકતા નથી અને જો ભરાય છે તો તેમનું આવેદન રદ કરવામાં આવે છે.
વિવિધ સરકારી આવાસ યોજનાઓ હેઠળ ગરીબ અને મધ્મય વર્ગને ઘરનું ઘર મળે તે માટે આયોજન (Etv Bharat Gujarat) 2040 એલ.આઇ.જી. મકાનો બની રહ્યા છે
નિકોલ પોલિસ સ્ટેશન સામે 532, દેવપ્રિય હોસ્પીટલ ચાંદખેડા પર 5,98, રોયલ રીજોઈશ - 5 પાસે હંસપુરામાં 160, પૂજા રેસીડેન્સી વટવા પાસે 350 અને આર. સી. ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ છારોડી પાસે અંદાજિત 400 જેટલા મકાનોનું કામ શરૂ છે. આમ આવનારા ટૂંક સમયમાં કુલ 2040 જેટલા મકાનો બનનાર છે. જેના માટે આગામી મહિનામાં જાહેરાત બહાર પાડવામાં આવશે.
- 11 જાન્યુઆરીથી શરૂ થશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025, આ હશે મુખ્ય આકર્ષણો
- PM આવાસ યોજનામાં 2.50 લાખની સબસિડી માટે અરજી કરવા આટલા ડોક્યુમેન્ટ તૈયાર રાખજો