અમદાવાદની નારાયણા હોસ્પિટલમાં 2.5 મહિનાના બાળકની સફળ ઓપન હાર્ટ સર્જરી (ETV Bharat Gujarat) અમદાવાદ: નારાયણા હેલ્થ દ્વારા મેડિકલ ડોક્યુડ્રામા સીરિઝ "INSIDER" શરૂ કરવામાં આવી છે. જે હવે JioTV, JioTV+ અને JioCinema અને OTT પ્લેટફોર્મ પર તેનું સ્ટ્રીમિંગ કરવામાં આવશે. આ શ્રેણી ઇમરજન્સી મેડિસિનનાં સૌથી જોખમી દુનિયાની એક ઝલક આપે છે, જેમાં સંવેદનશીલ માનવીય વાર્તાઓને તબીબી દુનિયા સાથે સાંકળીને ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી છે.
આ સિરીઝમાં અમદાવાદનો એક કિસ્સો દર્શાવવામાં આવ્યો છે. જેમાં એક માતાને પહેલેથી ખબર હતી કે તેના બાળકને હાર્ટ સંબંધીત બીમારી છે. બાળકમાં જન્મજાત હૃદયની ખામી હતી, જેમાં હૃદયના મોટા છિદ્ર (વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ, વીએસડી) અને ફેફસાંમાં અસામાન્ય રક્ત પુરવઠો (પેટન્ટ ડક્ટસ આર્ટેરિયોસસ, પીડીએ) હતો.
''મારા પ્રેગનન્સી દરમિયાન મને જાણ થઈ હતી કે મારા બાળકને હાર્ટ સંબંધીત બીમારીઓ છે. ત્યારે એમને ખુબ દુઃખ થયું. પરંતુ અમે બાળકને જન્મ આપવા માંગતા હતા. બાળકના જન્મ બાદ તેને અમુક સમસ્યાઓ આવતા 11 દિવસ ICUમાં રાખવામાં આવ્યું હતું. ઘરે આવ્યા બાદ એક દિવસ અચાનક તેની તબિયત વધારે ખરાબ થઈ જતાં તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, આઇસીયુમાં તે લગભગ 20 દિવસ રહ્યો. આ દરમિયાન અમને ડોકટર વિશાલ મળ્યા હતી. તેમણે અમારી મુલાકાત ડોકટર અતુલ સાથે કરાવી અને નારાયણા હોસ્પિટલમાં બાળકને ટ્રાન્સફર કરવામાં આવ્યું. જ્યાં તેની ઇમરજન્સીમાં સફળ ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવી. જો કે ઓપરેશન બાદ પણ બાળકને 20 દિવસ સુધી ICUમાં રાખવામાં આવ્યું હતું. આજે મારો દીકરો સ્વસ્થ અને નોર્મલ છે. તેને ઓપરેશન બાદ ક્યારેય દવાખાને લઇ જવો પડ્યો નથી. ડોક્ટરના પ્રયાસથી બાળકને નવજીવન મળ્યું''. - અર્શિયા, બાળકની માતા
મેડિકલ ડોક્યુડ્રામા સીરિઝ "INSIDER"ના ભાગરૂપે પ્રથમ એપિસોડની રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અતુલ માસ્લેકર, ડો. વિશાલ ચાંગેલા, ડૉ. તુષાર પટેલ, એએમએ ના પ્રમુખ અને ડૉ. ઉર્વેશ શાહ, એએમએના માનદ સચિવ હાજર રહ્યા હતા.
- દર વર્ષે 12થી 13 લાખ લોકો થઈ રહ્યાં છે HIVથી સંક્રમિત, 6 લાખથી વધુ લોકો એઈડ્સથી ગુમાવે છે જીવ - World AIDS Vaccine Day
- શું તમે જાણો છો કે રાત્રે જમવાનો યોગ્ય સમય કયો છે? ના જાણતા હોય તો જાણી લો - DINNER AT NIGHT