ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : 21 hours ago

ETV Bharat / state

ગાંધીનગરમાં ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી : ભારે પવન સાથે વરસાદ વરસ્યો, વાતાવરણમાં ઠંડક પ્રસરી - Gandhinagar rain

રાજ્યભરમાં ફરી એકવાર વરસાદી માહોલ છવાયો છે. ગાંધીનગરમાં પણ બુધવારે સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. બાદમાં રાત્રે અચાનક વીજળી અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો હતો. જેના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા.

ગાંધીનગરમાં ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી
ગાંધીનગરમાં ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી (ETV Bharat Gujarat)

ગાંધીનગર :રાજ્યના વિવિધ વિસ્તારોમાં તબક્કાવાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગાંધીનગર શહેર પર મેઘરાજા મહેરબાન થયા છે. આ વર્ષે ભાદરવા માસમાં ભારે ગરમી પડી રહી છે. બુધવારે સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. રાતે અચાનક વીજળી અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે બુધવારે રાતના સમયે વરસાદ પડયો હતો.

ગાંધીનગરમાં મેઘરાજાની બેટીંગ :છેલ્લા કેટલાક દિવસથી ગરમી અને બફારા વચ્ચે ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે અંતર્ગત આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવતા વરસાદ પડવાની સંભાવના છે. ગાંધીનગર શહેરમાં વરસાદ નોંધાયો છે. બીજી તરફ રાજ્યના પાટનગરમાં પણ બુધવારે ઉકળાટ બાદ રાતે ધોધમાર વરસાદ પડયો હતો. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

ઠેરઠેર પાણી ભરાયા :વરસાદના લીધે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો હાલમાં ચાલી રહેલી ખોદકામની પ્રવૃત્તિના પગલે ઘણી જગ્યાએ યોગ્ય પુરાણ નહીં કરવાના કારણે વરસાદી પાણી ભરાવાથી ભુવા પડી ગયા હતા. તો અવરજવર કરતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ પણ વરસાદમાં અટવાઈ ગયા હતા. ત્યારે આ વાતાવરણની અસર જિલ્લામાં પણ અનુભવવા મળી હતી. તો ભેજના પ્રમાણમાં સતત થઈ રહેલા વધારાના પગલે ભારે વરસાદ પડવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

વાતાવરણમાં ઠંડક પ્રસરી :ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી કાળજાળ ગરમી બાદ આજે રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. તો બીજી તરફ દિવસ દરમિયાન રાજ્યના પાટનગરમાં સારો વરસાદ ખાબકી ચુક્યો છે. ગરમીથી છુટકારો મેળવવા માટે અને વરસાદનો આનંદ લેવા ઘર બહાર નીકળ્યા હતા.

  1. ધાનેરા પાલિકાની કામગીરીનો ધબડકો : ત્રણ ઈંચ વરસાદમાં જળબંબાકાર
  2. નવસારી શહેરમાં વરસાદી માહોલ, શેરડી પાકને નુકસાન થવાની ભીતિ...

ABOUT THE AUTHOR

...view details