ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં કેરીની ઓછી આવક અને તરબૂચની ભરપૂર આવક થઇ. બંને ફળોનું ઉનાળામાં ઘણુ મહત્વ - fruits of summer - FRUITS OF SUMMER

ઉનાળો આવતાની સાથે જ કેરી અને તરબૂચની ભરપુર આવક જોવા મળતી હોય છે, ત્યારે આ વર્ષે કેરીની આવક તો ઓછી જોવા મળી રહી છે. પરંતુ તરબૂચની આવક ભરપૂર જોવા મળી રહી છે. ભાવનગર શહેરમાં ઓછી આવક વચ્ચે પણ કેરીની માંગ છે અને તરબૂચ પણ લોકો આરોગવા માટે ખરીદી કરતા નજરે પડે છે. જો કે આ બંને ફળોનું ઉનાળામાં મહત્વ શું છે? અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કેટલું જરૂરી માનવામાં આવે છે. ચાલો જાણીએ fruits of summer

કેરી અને તરબૂચને આરોગવાથી ડીહાઈડ્રેશન ઓછું થાય છે
કેરી અને તરબૂચને આરોગવાથી ડીહાઈડ્રેશન ઓછું થાય છે (etv bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : May 9, 2024, 5:49 PM IST

કેરી અને તરબૂચમાં મોટા પ્રમાણમાં પ્રવાહી હોય છે (etv bharat gujarat)

ભાવનગર: ઉનાળામાં આવતા ફળોને આરોગવા જરૂરી હોય છે. જો કે, તેની પાછળ પણ કુદરતે ગોઠવેલું સરસ મજાનું મોસમનું ચક્રને અગત્યનું કહેવામાં આવે છે. હાલમાં આવતી કેરી મોંઘી જરૂર છે પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉનાળામાં કેરીનું આરોગવું ખૂબ જરૂરી માનવામાં આવે છે. આ સાથે તરબૂચ પણ મોટી સંખ્યામાં આવતા હોય છે. જે ઉનાળાના સમયમાં ખૂબ જ ફાયદાકારક બને છે. ઉનાળામાં બન્ને ફળો કેમ અગત્યના છે કેરી,તરબૂચના ભાવ અને મહત્વ ચાલો જાણીએ.

ભાવનગરમાં કેરીની ઓછી આવક અને તરબૂચની ભરપૂર આવક થઇ (etv bharat gujarat)

બજારમાં આવતી કેરીના સસ્તા ભાવો છતાં માંગ:ભાવનગર શહેરમાં ચાલુ ઉનાળાના સમયે કેરીની આવકમાં ઘટાડો જરૂર જોવા મળી રહ્યો છે. જો કે અગાઉ થયેલા કમોસમી વરસાદની અસર કેરીના ઉત્પાદન ઉપર થવા પામેલી છે, ત્યારે ભાવનગરમાં હાલમાં આવતી કેરીના છૂટક ભાવ કિલોના 150 થી લઈને 200 સુધી બોલાઈ રહ્યા છે. જ્યારે 5 કિલો કે 10 કિલો કેરી લેવામાં આવે તો ભાવમાં ઘટાડો થાય અને સસ્તી જરૂર પડે છે, એટલે કે, આ વર્ષે ઓછા ઉત્પાદન વચ્ચે કેરીના ભાવ 100 થી નીચે પહોંચ્યા નથી. જો કે કેરી ઉનાળામાં આરોગવી જોઈએ તેવુ ડોકટરનું કહેવું છે.

ભાવનગર શહેરમાં ઓછી આવક વચ્ચે પણ કેરીની માંગ (etv bharat gujarat)

તરબૂચની ઉનાળામાં પુષ્કળ માંગ:ભાવનગર શહેરમાં કેરીની આવક ઓછી છે, આમ છતાં પણ તેની માંગ છે. પરંતુ તેની સામે તરબૂચનું વેચાણ પણ મોટા પાયે થતું જોવા મળી રહ્યું છે. શહેરમાં જાહેર રસ્તા ઉપર પણ તરબૂચ વેચવાવાળાઓ નજરે પડી રહ્યા છે. તરબૂચ નાના અને મોટા બે પ્રકારના હોવાથી તેના ભાવોમાં પણ બે પ્રકાર ઓછા અને વધુ કિંમતનો તફાવત જોવા મળ્યો છે. 15 રૂપિયાથી લઈને 20 રૂપિયા કિલો સુધી તરબૂચો વેચાઈ રહ્યા છે. જો કે, તરબૂચ ઉનાળાના સમયમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. તેના વિશે પણ ડોકટરે તેની મહત્વતા સમજાવી છે.

કેરી અને તરબૂચમાં મોટા પ્રમાણમાં પ્રવાહી હોય છે (etv bharat gujarat)

ઉનાળામાં કેરી અને તરબૂચ કેમ જરૂરી: ભાવનગરમાં કેરી અને તરબૂચની માંગ વઘારે જોવા મળી રહી છે. પરંતુ એક તબીબની દ્રષ્ટિએ કેરી અને તરબૂચ કેટલા મહત્વના છે. ડો તેજસ દોશીએ જણાવ્યું હતું કે, કુદરતે કેવી રચના બનાવી છે કે, દરેક સિઝનમાં અલગ-અલગ ફળો આપ્યા છે. જેમ કે ઉનાળો સિઝન કેરીની છે. કેરીને ફળોનો રાજા કહેવાય છે. તરબૂચ અને કેરી આ બધા ફળો જે પાણીવાળા પૌષ્ટિક અને મિનરલ ભરપૂર છે. કેરી અને તરબૂચમાં મોટા પ્રમાણમાં પ્રવાહી હોય છે, જેથી તેને આરોગવાથી ડીહાઈડ્રેશન ઓછું થાય છે તમને વિટામીન c મળે છે તેમજ તરબૂચ ખાવાથી તમને ખૂબ તરસ ઓછી લાગે છે. જેથી મોટા પ્રમાણમાં પ્રવાહી શરીરની અંદર જાય જે તમારા હોઠને સુકાતા ઓછા કરે છે અને ડીહાઇડ્રેશન પણ આ ફળોના સેવનથી ખૂબ ઓછું થાય છે.

  1. ભારત-પાકિસ્તાન સરહદ પાસે સવારના 5:39 વાગ્યે 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો - Earthquake shock in Kutch
  2. અદાણી-અંબાણી મુદ્દે રાહુલ ગાંધીનો પીએમ મોદીને વળતો જવાબ - Rahul Gandhi Reply

ABOUT THE AUTHOR

...view details